For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસી નેતાએ હકના બદલે મહિલાને આપી મોતની સજા

|
Google Oneindia Gujarati News

murder
મુંબઇ, 17 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં એક દબંગ કોંગ્રેસી નેતાએ એક મહિલાને એટલા માટે મોતને ઘાટ ઉતારી દીધી કારણ કે પોતાના હકની માંગ કરી રહી હતી. આ ઘટના મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની છે જ્યા નિર્મલા હનવતે નામની મહિલાને અબ્દુલ વાહિદ નામના કોંગ્રેસી નેતાએ ટ્રેક્ટરથી કચડીને મારી નાખી. અબ્દુલ વાહીદ કોંગ્રેસના અધ્યક્ષ છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જોકે કોંગ્રેસી નેતા હાલમાં ફરાર છે. જેની ધરપકડ કરવા પોલીસે સૂત્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાશનની દુકાનને લઇને કોંગ્રેસ નેતા અબ્દુલ વાહીદ અને નિર્મલા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. નિર્મલાએ પોતાની દુકાન તેને ચલાવવા આપી હતી પરંતુ હવે તે દુકાન પાછી માંગી રહી હતી. અબ્દુલે દુકાન પાછી આપવાનો ઇનકાર કરી દીધો હતો. અને સાથે સાથે તેણે નિર્મલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આરોપ છે મંગળવારે નિર્મલા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે અબ્દુલે તેના પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું, અબ્દુલ અને તેના સાથીયોએ વારંવાર તેના પર ટ્રેક્ટર ચડાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનીય લોકો અને નિર્મળાના સંબંધીઓએ મૃતદેહને રસ્તા પર જ રાખી પ્રદર્શન શરૂ કરી દીધું છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી અબ્દુલ હજી ફરાર છે.

English summary
A Congress office-bearer has been arrested in Maharashtra's Nanded district for allegedly killing a woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X