બિલકિસ બાનો માટે ન્યાયની માંગ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કર્યુ ટ્વિટ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા બિલકિસ બાનો કેસમાં ન્યાયની માંગ કરી છે.
નવી દિલ્લીઃ દેશમાં 15 ઓગસ્ટની સાંજે બિલકિસ બાનો રેપ કેસના 11 આરોપીઓને ગોધરા જેલમાંથી છોડાવવાના કારણે ચારે તરફ રોષ છે. વિરોધ પક્ષ ગુજરાત સરકારની મુક્તિ નીતિ હેઠળ દોષિતોને મુક્ત કરવા પર સવાલ ઉઠાવી રહ્યો છે. બિલકિસ બાનોના દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે ગુરુવારે સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે અને મામલાની સુનાવણી બે સપ્તાહ માટે મુલતવી રાખવામાં આવી છે. અહીં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા બિલકિસ બાનો કેસમાં ન્યાયની માંગ કરી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવા સામે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બિલકિસ બાનો માટે ન્યાયની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, 'બેટી બચાવો' જેવા પોકળ નારા લગાવનારા લોકો બળાત્કારીઓને બચાવી રહ્યા છે. આજે દેશની મહિલાઓના સન્માન અને અધિકારનો પ્રશ્ન છે. બાલકિસ બાનોને ન્યાય આપો.'
‘बेटी बचाओ' जैसे खोखले नारे देने वाले, बलात्कारियों को बचा रहे हैं।
— Rahul Gandhi (@RahulGandhi) August 25, 2022
आज सवाल देश की महिलाओं के सम्मान और हक़ का है।
बिलकिस बानो को न्याय दो।
વળી, 11 દોષિતોની મુક્તિ અને તે પછી તેમના સ્વાગત પર ભાજપના નેતાઓના મૌન પર સવાલ ઉઠાવીને પ્રિયંકા ગાંધીએ કહ્યુ, 'બળાત્કારની સજા મેળવી ચૂકેલ 11 લોકોની મુક્તિ, કેમેરા પર તેમના સ્વાગત-સમર્થનમાં નિવેદનબાજી પર મૌન સાધીને સરકારે પોતાની લાઈન ખેંચી દીધી છે. પરંતુ દેશની મહિલાઓને બંધારણથી આશા છે. બંધારણ અંતિમ પંક્તિમાં ઉભેલી મહિલાને પણ ન્યાય માટે સંઘર્ષનો અહેસાસ આપે છે. બિલકિસ બાનોને ન્યાય આપો.'
बलात्कार की सजा पा चुके 11 लोगों की रिहाई, कैमरे पर उनके स्वागत-समर्थन में बयानबाजी पर चुप्पी साधकर सरकार ने अपनी लकीर खींच दी है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 25, 2022
लेकिन देश की महिलाओं को संविधान से आस है। संविधान अंतिम पंक्ति में खड़ी महिला को भी न्याय के लिए संघर्ष का साहस देता है। बिल्किस बानो को न्याय दो।
ગુજરાત સરકારને મોકલી નોટિસ
સર્વોચ્ચ અદાલતે બિલકિસ બાનોના 11 દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુનાવણી કરતા કહ્યુ કે, સવાલ એ છે કે શું દોષિતો ગુજરાત સરકાર હેઠળ માફી માટે પાત્ર છે. આપણે એ જોવાનુ છે કે આ કેસમાં મગજનો ઉપયોગ થયો કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ કેસમાં તમામ 11 દોષિતોને પક્ષકાર બનાવવામાં આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે અને મામલાની સુનાવણી બે સપ્તાહ માટે મુલતવી રાખી છે.












Click it and Unblock the Notifications
