કોંગ્રેસનુ ઘોષણાપત્ર 'આપ'માંથી કૉપી પેસ્ટઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ
આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ હિમાચલ પ્રદેશમાં એક રોડ શો કર્યો. જાણો અહીં તેમણે શું નિશાન સાધ્યુ.
હિમાચલ વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો રોડ શો અને રેલીઓમાં વ્યસ્ત છે. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ હિમાચલ પ્રદેશમાં એક રોડ શો કર્યો. જ્યાં તેમણે કહ્યુ કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોની કૉપી પેસ્ટ છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે કોંગ્રેસના ધારાસભ્યો વેચાઈ રહ્યા છે, કોંગ્રેસ ચેન્જ નહિ એક્સચેન્જ થઈ રહી છે. ફતેહપુરમાં લોકોને સંબોધતા તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટીએ પંજાબમાં OPS લાગુ કરી છે. તેમણે કહ્યુ કે જો જનતા હિમાચલમાં આપની સરકાર બનાવશે તો હિમાચલમાં પણ ઓપીએસ લાગુ કરવામાં આવશે.

વડાપ્રધાન પર કટાક્ષ કરતા સંજય સિંહે કહ્યુ કે વડાપ્રધાન કહેતા હતા કે દેશને વેચાવા નહિ દઉ નહીં અને આજે એ બધુ વેચી રહ્યા છે. આપના હિમાચલ પ્રભારી હરજોત બેન્સે પણ રોડ શોમાં ભાગ લીધો હતો. સંજય સિંહે કહ્યુ કે ભાજપ સરકારે દેશની જનતાને મોંઘવારી આપી છે. આજે મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે જીવવુ મુશ્કેલ બન્યુ છે. જનવિરોધી ભાજપ સરકારે દાળ, ચોખા, દૂધ અને દહીં પર પણ જીએસટી લાદ્યો છે. દેશની જનતા પાસેથી બે ટાઈમનો રોટલો છીનવી લેવાનુ કામ ભાજપ સરકારે કર્યુ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારે મોંઘવારી ઘટાડવાનુ કામ કર્યુ છે.
સંજય સિંહે કહ્યુ કે ભાજપના નેતાઓ ચૂંટણી સમયે જનતાને ખોટા વચનો આપે છે અને સત્તામાં આવીને તે વચનો પૂરા કરતા નથી. તેમણે કહ્યુ કે ભાજપના નેતાઓએ મોંઘવારી ઘટાડવાનુ વચન આપ્યુ હતુ પરંતુ હવે મોંઘવારી ચરમસીમાએ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગેસની કિંમત 1100 રૂપિયાને વટાવી ગઈ છે. મોંઘવારીના કારણે મહિલાઓ માટે રસોડુ ચલાવવું મુશ્કેલ બન્યુ છે.












Click it and Unblock the Notifications
