'ભાજપશાસિત કર્ણાટકમાં સરકારી નોકરી મેળવવા માટે મહિલાઓને કોઈની સાથે સૂવુ પડે છે', કોંગ્રેસનો દાવો

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ શુક્રવારે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.

કલબુર્ગી(કર્ણાટક): કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ શુક્રવારે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ કહ્યુ હતુ કે, 'રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે પુરુષોએ લાંચ આપવી પડે છે, જ્યારે મહિલાઓએ કોઈની સાથે સૂવુ પડે છે.' ખડગેએ ભરતી કૌભાંડોની ન્યાયિક તપાસ અથવા વિશેષ તપાસ ટીમ(એસઆઈટી)રચના કરવાની માંગ કરી હતી અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા સરકાર પાસે માંગ કરી હતી.

congress

વિવિધ પદોની ભરતીમાં પ્રચંડ ભ્રષ્ટાચારમાં ભાજપની સંડોવણી પર સવાલ ઉઠાવતા ધારાસભ્ય પ્રિયંક ખડગેએ કહ્યુ, 'સરકારે પોસ્ટ વેચવાનો નિર્ણય કર્યો છે. જો યુવતીઓને સરકારી નોકરી જોઈતી હોય તો તેણે કોઈની સાથે સૂવું પડે છે. જ્યારે પુરૂષોએ સરકારી નોકરી માટે લાંચ આપવી પડે છે. એક મંત્રીએ છોકરીને નોકરી માટે તેની સાથે સુવા કહ્યુ હતુ. કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી તેણે રાજીનામું આપ્યુ હતુ અને આ મે જે કહ્યુ તેનો પુરાવો છે.' તેમણે કહ્યુ કે, 'કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (KPTCL)એ મદદનીશ ઈજનેર, જુનિયર ઈજનેર અને સિવિલ એન્જિનિયર સહિત કુલ 1,492 જગ્યાઓની ભરતી કરી છે.'

કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ વધુમાં જણાવ્યુ હતુ કે, 'બ્લૂટૂથનો ઉપયોગ કરીને પરીક્ષા લખનાર ઉમેદવારની ગોકકમાં ધરપકડ કરવામાં આવી હતી. મારી પાસે જે માહિતી છે તે મુજબ સંભવ છે કે કુલ 600 પોસ્ટ માટે ડીલ કરવામાં આવી હોય. એવી શંકા છે કે આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે 50 લાખ રૂપિયાની લાંચ મળી છે. જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ભરતીમાં જ 300 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાની શક્યતા છે. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યુ કે, 'દરેક ભરતી પરીક્ષામાં ગેરરીતિ થાય તો ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ક્યાં જાય? ગુનેગારો અને વચેટિયાઓ જાણે છે કે કૌભાંડ પ્રકાશમાં આવશે તો પણ તેમને કંઈ થશે નહિ. સરકાર લગભગ 3 લાખ વિદ્યાર્થીઓ કે જેમણે KPTCLની જગ્યાઓ માટે અરજી કરી છે તેમના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X