ગુજરાત ચૂંટણીની જાહેરાતમાં વિલંબ, SC પહોંચ્યું કોંગ્રેસ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતમાં થઇ રહેલ વિલંબને કારણે કોંગ્રેસ પક્ષ નારાજ છે અને આખરે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર જાણી-જોઇને ચૂંટણીની તારીખોની જાહેરાતમાં મોડું કરાવી રહી છે, જેથી થોડા વધુ મત મેળવવાની ઘોષણાઓ કરવાનો સમય મળે. કોંગ્રેસના કાયદાકીય વિભાગના પ્રમુખ વિવેક તનખાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં 14 મુદ્દાઓ આપવામાં આવ્યા છે. અમને આશા હતી કે, ચૂંટણી પંચ પાસેથી જવાબ મળશે, પરંતુ એમ ન થયું. આથી અમે કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉંચકીશું. સૂત્રો અનુસાર, કોંગ્રેસ દ્વારા કોર્ટમાં એવો તર્ક પણ આપવામાં આવ્યો છે કે, હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત ગુજરાત પહેલા કેમ કરવામાં આવી?

supreme court

ચૂંટણી પંચની સફાઇ

મુખ્ય ચૂંટણી કમિશ્નર અચલ કુમાર જોતીએ ચૂંટણીની તારીખોના મુદ્દે સ્પષ્ટીકરણ આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં પૂર પીડિતો માટે રાહતનું કાર્ય ચાલી રહ્યું છે, મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ આ કામગીરીમાં રોકાયેલા છે. પંચ પાસે પર્યાપ્ત મેન પાવર નથી. કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું કામ છે અને આ સમયે રાજ્ય સરકારના મોટા ભાગના કર્મચારીઓ રાહતની કામગીરીમાં વ્યસ્ત છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી અંગે ચૂંટણી પંચે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં હિમવર્ષાની સંભાવનાને કારણે રાજ્ય સરકાર તથા રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી નવેમ્બરના મધ્ય ભાગમાં યોજવાની વિનંતી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનનો કાર્યક્રમ હિમાચલ પ્રદેશના ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલાં આયોજિત કરવામાં આવશે, જેથી હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોની અસર ગુજરાત ચૂંટણીના મતદાન પર ન પડે.

English summary
Congress moves Supreme Court against EC over Gujarat Assembly poll dates.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.