લોકસભાઃ કેન્દ્ર પર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનો હુમલો, કાશ્મીરી પંડિતોને ભૂલવાનો લગાવ્યો આરોપ

લોકસભામાં અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર આરોપ લગાવ્યો.

નવી દિલ્લીઃ લોકસભામાં બજેટ સત્રના પહેલા તબક્કામાં શનિવારે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પાર્ટી તરફથી મોરચો સંભાળ્યો. અધીર રંજન ચૌધરીએ જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવાયા બાદ કેન્દ્ર સરકારના વચનોની યાદ અપાવીને ગૃહમંત્રી અમિત શાહને આકરા સવાલ પૂછ્યા. લોકસભામાં અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર આરોપ લગાવ્યો કે કાશ્મીરી પંડિતોને 200થી 300 એકર જમીન આપવાનુ વચન પૂરુ કરવામાં આવ્યુ નથી. મોદી સરકાર કાશ્મીરી પંડિતોને આપેલા પોતાના વચનોને ભૂલી ગઈ છે.

Adhir Ranjan Chaudhary

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ, 'તમે કલમ 370 ખતમ કર્યા બાદ જે સપના બતાવ્યા હતા તે પૂરા થયા નથી. જમ્મુ અને કાશ્મીર સામાન્ય સ્થિતિમાં પાછુ આવ્યુ નથી. 90,000 કરોડ રૂપિયાથી વધુનો સ્થાનિક વેપાર સમાપ્ત થઈ ગયો છે. અમે ઈચ્છીએ છીએ કે તમે જણાવો કે તમે જમ્મુ કાશ્મીરમાં વસ્તુઓને કેવી રીતે સુધારશો?' તેમણે આગળ કહ્યુ, 'અમિત શાહજી, તમે કહ્યુ હતુકે તમે બ્રાહ્મણોને પાછા લાવશો. શું તમે કાશ્મીરી પંડિતોને પાછા લાવવામાં સફળ રહ્યા? તમે કહો છો કે તમે ગિલગિટ બાસ્ટિસ્તાન પાછા લાવશો. એ તો પછીની વાત છે પરંતુ કમસે કમ એ લોકોને પાછા લાવો જે આંતરિક રીતે વિસ્થાપિત હતા, જે કાશ્મીર ઘાટીમાં નથી જઈ શકતા.'

લોકસભામાં કેન્દ્ર સરકાર અને ભાજપને તેમની ચૂંટણી ઘોષણા પત્રમાં કરેલા વચનોની યાદ અપાવતા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ જોરદાર હુમલો કર્યો. ચૌધરીએ કહ્યુ કે તમે પંડિતોને 200-300 એકર જમીન આપવામાં સફળ થયા નથી. તમે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યુ હતુ કે તમે પંડિતોને પાછા લાવશો. શું તમે સફળ થયા? તમારે કમસે કમ કહેવુ જોઈએ, 'રાત ગઈ બાત ગઈ, ચૂંટણી ગઈ તો વચન ગયા. તમારે પોતાનુ વલણ સ્પષ્ટ કરવુ જોઈએ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X