દેશમાં વધી રહેલી મોંઘવારીને લઈને રાહુલ ગાંધીનો પીએમ મોદી પર વાર, જણાવ્યા પ્રધાનમંત્રીના રોજના કામ
દેશમાં સતત બેકાબુ થતી મોંઘવારી અને વધતી બેરોજગારીને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી છે.
નવી દિલ્લીઃ દેશમાં સતત બેકાબુ થતી મોંઘવારી અને વધતી બેરોજગારીને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રી પાસે કામના નામે મોંઘવારી વધારવી, ખેડૂતો વિરુદ્ધ નિર્ણયો લેવા અને સરકારી સંપત્તિને ખાનગી હાથોમાં વેચવાનુ રહી ગયુ છે. રાહુલ ગાંધીએ ઘણા આકરા શબ્દોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યા છે.

બુધવારે કરેલા પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યુ છે - પ્રધાનમંત્રીના રોજના કામના લિસ્ટ - 1. પેટ્રોલ-ડીઝલ-ગેસના રેટ કેટલા વધારુ, 2. લોકોની 'ખર્ચે પે ચર્ચા' કેવી રીતે અટકાવુ, 3. યુવાને રોજગારના ખોખલા સપના કેવી રીતે બતાવુ, 4. આજે કઈ સરકારી કંપનીને વેચુ, 5. ખેડૂતોને વધુ લાચાર કેવી રીતે બનાવુ. રાહુલ ગાંધીએ આ ટ્વિટ હેશટેગ રોજ સુબહકી બાત સાથે પોસ્ટ કર્યુ છે.
દેશમાં છેલ્લા અમુક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા ઝડપથી વધી રહ્યા છે. વળી, રાંધણ ગેસના ભાવ પણ વધી ગયા છે. આને લઈને કોંગ્રેસ તરફથી સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. પાર્ટી તરફથી ઘણા મોટા પ્રદર્શન થયા છે. વળી, રાહુલ ગાંધી આને લઈને સતત સોશિયલ મીડિયા પર પણ લખી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાહુલ લગભગ રોજ ટ્વિટર પર મોંઘવારી અને બેરોજગારીને લઈને લખી રહ્યા છે.












Click it and Unblock the Notifications
