For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Adani Row: કોંગ્રેસ અદાણી મામલે દેશભરમાં SBI-LIC સામે કરશે પ્રદર્શન

કોંગ્રેસ આજથી અદાણી મામલે દેશભરમાં એસબીઆઈ અને એલઆઈસીની શાખાઓ સામે વિરોધ પ્રદર્શન કરશે.

|
Google Oneindia Gujarati News

Congress Protest: અદાણી મામલે હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારથી વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. સંસદના બજેટ સત્રમાં પણ આ અંગે હોબાળો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. હવે કોંગ્રેસ આજથી એલઆઈસી અને એસબીઆઈની બ્રાંચ સામે દેશભરમાં પ્રદર્શન કરવા જઈ રહી છે. દેશભરમાં આજે કોંગ્રેસ પક્ષ સ્ટેટ બેંક અને એલઆઈસીની શાખાઓ સામે પ્રદર્શન કરશે. પક્ષના યુથ વિંગ દિલ્લીમાં સંસદ પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કરશે. વળી, કોંગ્રેસ સંસદની અંદર ગાંધી પ્રતિમા સામે પ્રદર્શન કરશે.

congress

કોંગ્રેસનુ કહેવુ છે કે, 'વિપક્ષને સંસદમાં અદાણી કેસ પર બોલવા માટે એક મિનિટનો પણ સમય આપવામાં આવ્યો નથી. જેના કારણે અમે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીશુ.' કોંગ્રેસ પાર્ટીએ સરકારને ઘેરી છે અને આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર મામલે સરકારે જે રીતે મૌન સેવ્યુ છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આમાં સરકારની મિલીભગત છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે પાર્ટી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 6 ફેબ્રુઆરીએ દેશભરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એલઆઈસીની શાખાઓ સામે દેખાવો કરશે. વિપક્ષે સંસદમાં આરોપ લગાવ્યો કે અદાણી ગ્રુપના શેરમાં ઉતાર-ચઢાવ એ એક કૌભાંડ છે, જેમાં સામાન્ય લોકોના પૈસાનુ રોકાણ કરવામાં આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપના શેર સતત નીચે જઈ રહ્યા છે. અમેરિકન કંપનીએ જે રીતે અદાણીના શેરમાં શોર્ટ સેલિંગ કર્યુ છે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. હિંડનબર્ગ રિસર્ચનો આરોપ છે કે કંપનીએ શેરના ભાવમાં છેડછાડ કરી છે. હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ કંપનીએ બજારમાં તેના અડધાથી વધુ પૈસા ગુમાવ્યા છે. શેરના ભાવ અડધાથી વધુ ઘટી ગયા છે.

English summary
Congress nationwide protest against Adani Row in front of SBI-LIC branches from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X