For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસનુ આજે દેશવ્યાપી પ્રદર્શન, PM હાઉસને ઘેરવાનુ એલાન

આજે કોંગ્રેસ પાર્ટી વધતી મોંઘવારી અને બેરોજગારી સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે કોંગ્રેસ પાર્ટી વધતી મોંઘવારી અને બેરોજગારી સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. તે આજે સંસદથી રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાન ગૃહ સુધી કૂચ કરશે અને પીએમ હાઉસનો ઘેરાવ કરશે. કોંગ્રેસના આ વિરોધમાં અનેક દિગ્ગજ નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. દેશભરમાંથી કોંગ્રેસના કાર્યકરોને દિલ્લી બોલાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સતત મોદી સરકાર પર મોંઘવારી વધવાનો આરોપ લગાવી રહી છે, તો બીજી તરફ તેનો ગુસ્સો પણ કેન્દ્ર સરકાર પર ફાટી નીકળ્યો છે કારણ કે ઈડી નેશનલ હેરાલ્ડ કેસમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. તેની સામે તે રસ્તા પર પણ ઉતરી છે.

congress

દિલ્લી પોલિસે જણાવ્યુ કે જંતર-મંતર સિવાય નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના કારણે આજના વિરોધને મંજૂરી આપવામાં આવી નથી. દિલ્લી ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રાજભવનનો ઘેરાવ કરવામાં આવશે. મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ દિલ્લીમાં વડાપ્રધાનના આવાસનો પણ ઘેરાવ કરશે અને કોંગ્રેસના સાંસદો સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરશે. મોંઘવારીનો વિરોધ કરવાના મુદ્દે રાહુલ ગાંધી આજે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કૉન્ફરન્સ પણ કરશે. ગઈ કાલે રાહુલ ગાંધીએ ઈડીની પૂછપરછને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે સત્યને રોકી શકાય નહિ, તમારે જે કરવું હોય તે કરો. હું વડાપ્રધાનથી ડરતો નથી, દેશના હિતમાં કામ કરતો રહીશ.

'ચલો રાષ્ટ્રપતિ ભવન' કૂચ અંતર્ગત લોકસભા અને રાજ્યસભાના સાંસદો માટે સવારે 11 વાગ્યે સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટીએ જાહેરાત પણ કરી છે કે તેઓ વડાપ્રધાનના આવાસનો ઘેરાવ પણ કરશે પરંતુ પોલીસ તેમને પીએમ આવાસ તરફ જવા દેતી નથી. રાજ્ય કોંગ્રેસ રાજભવન તરફ કૂચ કરશે જેમાં તમામ ધારાસભ્યો/એમએલસી, વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો સામેલ થશે. તમને જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ ગુરુવારે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. કોંગ્રેસે સંસદ સત્રની મધ્યમાં વિપક્ષના નેતાને તપાસ માટે બોલાવવાની આકરી ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યુ કે આજ સુધી આવુ થયુ નથી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ખડગેની 8 કલાકની પૂછપરછને ટોર્ચર ગણાવી હતી.

English summary
Congress nationwide protest against inflation and unemployment today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X