For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ઘોષણાપત્ર 2019' માટે કોંગ્રેસે લોન્ચ કરી વેબસાઈટ, 16 ભાષાઓમાં માંગ્યા સૂચનો

મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ઘોષણાપત્ર તૈયાર કરવાના ઉદ્દેશથી લોકો પાસે સૂચનો માંગ્યા છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી માટે બધા પક્ષોએ કમર કસી લીધી છે તો મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે પણ આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ઘોષણાપત્ર તૈયાર કરવાના ઉદ્દેશથી લોકો પાસે સૂચનો માંગ્યા છે. પક્ષે આના માટે 'જન આવાજ' થીમ સાથે એક વેબસાઈટ લોન્ચ કરી છે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરની સાથે સંયોજક રાજીવ ગૌડા પણ હાજર હતા અને તેમણે જનતાના સૂચનો મેળવવા માટે manifesto.inc.in વેબસાઈટ લોન્ચ કરી.

આ પણ વાંચોઃ ભારતમાં પ્રદૂષણથી 1 વર્ષમાં 1 લાખ બાળકોના મોત, સૌથી વધુ પ્રદૂષિત શહેરો ભારતનાઃ WHOઆ પણ વાંચોઃ ભારતમાં પ્રદૂષણથી 1 વર્ષમાં 1 લાખ બાળકોના મોત, સૌથી વધુ પ્રદૂષિત શહેરો ભારતનાઃ WHO

16 ભાષાઓમાં લોકો પાસેથી માંગ્યા સૂચનો

16 ભાષાઓમાં લોકો પાસેથી માંગ્યા સૂચનો

ઘોષણાપત્ર તૈયાર કરવા માટે લોકો પાસેથી સૂચનો મેળવવા માટે વૉટ્સએપ નંબર પણ આપવામાં આવ્યો છે. વળી, આના માટે 16 ભાષાઓનો વિકલ્પ પણ વેબસાઈટ પર આપવામાં આવ્યો છે. ચિદમ્બરમે આ દરમિયાન કહ્યુ, ‘આશા છે કે લાખોની સંખ્યામાં ઘોષણાપત્ર માટે સૂચનો આવશે.' તેમણે કહ્યુ કે આગામી ચૂંટણીને જોતા કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર લખવાનું કામ શરૂ કરી ચૂકી છે. આના માટે 22 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે આ પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસની તૈયારીઓ

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસની તૈયારીઓ

ચિદમ્બરમે જણાવ્યુ કે ઘોષણાપત્ર 2019 માં કૃષિ, અર્થવ્યવસ્થા, ઉદ્યોગ અને સૂક્ષ્મ, લઘુ ઉદ્યોગો સહિત 20 થી વધુ મુદ્દાઓ શામેલ કરવા પર જોર આપવામાં આવશે. અત્યાર સુધીમાં 30 થી વધુ સૂચનો મળ્યા છે. તેમણે જણાવ્યુ કે સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટ ઘોષણાપત્ર પર કોંગ્રેસ કાર્યકારિણી સમિતિ અંતિમ નિર્ણય લેશે.

વેબસાઈટ દ્વારા લોકો પાસે માંગવામાં આવી રહ્યા છે સૂચનો

વેબસાઈટ દ્વારા લોકો પાસે માંગવામાં આવી રહ્યા છે સૂચનો

રાજીવ ગૌડાએ જણાવ્યુ કે ઘોષણાપત્ર પર દેશના વિવિઘ ભાગોમાં હાજર લોકો પાસે સૂચનો માંગવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે ચંદીગઢની બેઠકમાં કૃષિના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. બેંગલુરુની બેઠકમાં નાના, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો અંગે ચર્ચા થઈ. ખેડૂતોના મુદ્દા, સિંચાઈ, પૂર્વ સૈનિકોના મુદ્દાઓ અને આંતરિક સુરક્ષા વગેરે તમામ વિષયો પર લોકો પાસેથી સૂચનો એકત્ર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Pics: ઈશાના લગ્નની કંકોત્રી લઈ પહેલા સિદ્ધિવિનાયક પહોંચ્યો અંબાણી પરિવારઆ પણ વાંચોઃ Pics: ઈશાના લગ્નની કંકોત્રી લઈ પહેલા સિદ્ધિવિનાયક પહોંચ્યો અંબાણી પરિવાર

English summary
Congress party launches its 2019 manifesto website
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X