કોંગ્રેસ મહાઅધિવેશ : રાહુલની ચાર મિનિટ તો ખડગેની શાયરી

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હીમાં શનિવારે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કોંગ્રેસ મહાઅધિવેશન કાર્યક્રમની શરૂઆત થઇ હતી. ઉલ્લેખનીય છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનું પાર્ટી અધ્યક્ષ બન્યા પછી આ પહેલી મહાઅધિવેશન છે. ત્યારે તેમના મહાઅધિવેશનમાં રાહુલ ગાંધી એક ટૂંકું ભાષણ આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ખાલી ચાર મિનિટમાં ભાષણમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી કરતા નરેન્દ્ર મોદી અને મોદી સરકારની વાત વધુ કરી હતી. રાહુલે આ પ્રસંગે કહ્યું કે આજે દેશમાં ગુસ્સો ફેલાઇ રહ્યો છે. લોકો એક બીજાથી લડી રહ્યા છે. દેશના ભાગલા પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનું નિશાન દેશને જોડનાર નિશાન છે. તેમણે કહ્યું કે યુવા જ્યારે મોદીજી તરફ જુઓ છે ત્યારે તેમને રસ્તો નથી દેખાતો. દેશના યુવાઓને ઠગવામાં આવ્યા છે. ભાજપ ગુસ્સાની રાજનીતિ કરે છે. અને કોંગ્રેસ પ્રેમની રાજનીતિ. જો કે માનવામાં આવે છે કે ભલે આજનું આ ભાષણ રાહુલ ગાંધીની ટૂંકું હોય પણ સમાપનના ભાષણમાં રાહુલ ગાંધી વધારે વાત કરશે.

rahul gandhi

બીજી તરફ કોંગ્રેસના મહાધિવેશનમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા એવા મલ્લિકાઅર્જૂન ખડગેએ ભાજપ - આરએસએસ પર એક પછી એક પોતાના ભાષણમાં પ્રહાર કર્યા હતા. ખડગેએ પોતાના શાયરી અંદાજમાં કહ્યું કે તીમીર (અંધકાર)કી રોશન કહતે હુએ અચ્છા નહીં લગતા, મુઝુ ગમ કો ખુશી કહેતે અચ્છા નહી લગતા...લહૂ ઇન્સાનિયત કો જો દિન-રાત પીતે હૈ, આરએસએસ-ભાજપ કે લોગોકો ઇન્સાન કહેતે મુજે અચ્છા નહીં લગતા. સાથે જ તેમણે આ વખતે કર્ણાટકમાં કોંગ્રેસનો ફરી એક વાર વિજય થશે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે કાર્યકર્તાઓને કર્ણાટક ચૂંટણીમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે અપીલ કરી. ઉલ્લેખનીય છે કે આ મહાઅધિવેશનમાં ચાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. અને તેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સમેત મનમોહન સિંહ સમેત કોંગ્રેસના અનેક જાણીતા નેતાઓ હાજર રહ્યા હતા.

khadge
English summary
Congress plenary session: Rahul Gandhi and Mallikarjun kharge speech points

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.