Congress President : મલ્લિકાર્જૂન બન્યા કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ, શશિ થરૂરે કહી આ વાત
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. મલ્લિકાર્જૂન ખડકે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. તેમણે શશિ થરૂરને હરાવ્યા છે.
Congress President : ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. મલ્લિકાર્જૂન ખડકે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. તેમણે શશિ થરૂરને હરાવ્યા છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ શશિ થરૂરે આ અંગે નિવેદન આપ્યું છે.

શશિ થરૂરને કેટલા વોટ મળ્યા?
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જૂનને ખડગેએ 7897 મત મેળવીને પાર્ટી અધ્યક્ષની ખુરશી જીતી લીધી છે. આવા સમયે ચૂંટણી મેદાનમાં ઉતરેલા શશિ થરૂરને માત્ર 1072 મત મળ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગે 8 ગણાથી વધુ મતોથી જીત્યા
કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે 7897 મતોથી જીત્યા હતા અને શશિ થરૂરને લગભગ 1072 મત મળ્યા હતા. મલ્લિકાર્જુન ખડગે 8 ગણા વધુ મતોથી જીત્યા છે.

ખડગેની જીત પહેલાથી જ નિશ્ચિત હતી
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં હાર્યા બાદ શશિ થરૂરે કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અભિનંદન આપતા આ નિવેદનજાહેર કર્યું છે.
જોકે ચૂંટણીમાં ખડગેની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. તેની પાછળનું કારણ ખડગેને કોંગ્રેસ પાર્ટીનાહાઈકમાન્ડનું સમર્થન હતું.
રાષ્ટ્રપતિ પદ માટે ખડગેનું નામ સામે આવતા જ નિષ્ણાંતોએ દાવો કર્યો હતો કે, ખડગેને સોનિયા ગાંધીનું સમર્થન છે, તેથી તેઓ ચૂંટણી જીતશે.

શશિ થરૂરને વળી ગયો પરસેવો
જો શશિ થરૂરની વાત કરીએ તો તેઓ કોંગ્રેસના એવા નેતા હતા, જેમણે ખુલ્લેઆમ સામે આવીને કોંગ્રેસની અંદર પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યોહતો.
શશિ થરૂરે પણ પોતાના ચૂંટણી પ્રચાર માટે ઘણો પરસેવો પાડ્યો હતો. થરૂર ચૂંટણી પ્રચાર માટે દક્ષિણ ભારતથી ઉત્તર ભારતના ઘણારાજ્યોમાં ગયા અને તેઓ કોંગ્રેસીઓને મળ્યા હતા.

શશિ થરૂરે લગાવ્યો હતો આ આરોપ
જોકે, શશિ થરૂરે ચૂંટણી પ્રચાર દરમિયાન એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસના રાજ્ય એકમોમાં તેમની સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવેછે. તેમના નેતૃત્વમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ તેમની પાસે પહોંચ્યા ન હતા.












Click it and Unblock the Notifications
