For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલનો અમિત શાહ પર મોટો હુમલોઃ “હત્યાનો આરોપી દેશના રાષ્ટ્રીય પક્ષનો અધ્યક્ષ છે”

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાજધાની રાયપુર પહોંચ્યા. અહીં એક સભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાજધાની રાયપુર પહોંચ્યા. અહીં એક સભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યુ. રાયપુરના ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત જન સ્વરાજ સંમેલનમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં એક ડરનો માહોલ બનાવી દેવાયો છે. અમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. આટલુ જ નહિ તેમણે અમિત શાહ પર મોટો હુમલો બોલ્યો. રાહુલે કહ્યુ કે એક હત્યાનો આરોપી દેશના રાષ્ટ્રીય પક્ષનો અધ્યક્ષ છે.

rahul

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આરએસએસ દેશની દરેક સંસ્થામાં પોતાનો રસ્તો બનાવી રહી છે. આવુ પાકિસ્તાન કે તાનાશાહીમાં જ થાય છે. ભાજપ અને આરએસએસ નથી ઈચ્છતા કે આ દેશનો કોઈ અવાજ હોય. આજકાલ પ્રેસના લોકો પણ ડરી ડરીને બોલે છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે સંવિધાન પર હુમલા થઈ રહ્યા છે. કર્ણાટકમાં એક તરફ ધારાસભ્યો છે અને બીજી તરફ રાજ્યપાલ. જેડીએસે કહ્યુ કે તેમના ધારાસભ્યોને 100 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે.

વળી, તેમણે ખેડૂતોના દેવા માફી અંગે પણ ભાજપને નિશાના પર લીધુ. ગાંધીએ કહ્યુ કે ખેડૂતોના દેવા માફ નથી થતા પરંતુ દેશના 15 સૌથી અમીર લોકોના દેવા માફ થઈ જાય છે. અરુણ જેટલી કહે છે કે ખેડૂતોના દેવા માફ કરવાનું કામ અમારુ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપના રાજ્યમાં મહિલાઓ અને ગરીબોને દબાવવામાં આવી રહ્યા છે. તેમના મુજબ મહિલાઓનું કામ માત્ર પુરુષો માટે રસોઈ બનાવવાનું છે. માટે તે મહિલાઓ અને ગરીબોને દબાવીને રાખવા ઈચ્છે છે. ભાજપના મત મુજબ દલિતોનું કામ સફાઈ કરવાનું છે. ભાજપ નથી ઈચ્છતી કે ગરીબ લોકો અવાજ ઉઠાવે. રાહુલ ગાંધીએ કહ્યુ કે હરિયાણામાં કહેવામાં આવ્યુ કે જો કોઈ 8 માં કે 10 ધોરણમાં પાસ નથી તો તે પંચાયતની ચૂંટણી નથી લડી શકતા. આ એમપી અને એમએલએ વિશે કેમ કહેવામાં નથી આવ્યુ?

English summary
congress president rahul gandhi addresses the jan swaraj sammelan at raipur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X