કર્ણાટક ચૂંટણી: રાહુલ બાબાની મજેદાર ચા અને પકોડા પાર્ટી

Written By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધી હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી સોમવારે રાયચુર ના કલમાળા ગામ પહોંચ્યા. અહીં રાહુલ ગાંધીએ મરચા સાથે ડુંગળી અને પકોડા નો આનંદ લીધો.

આ દરમિયાન રાહુલ ગાંધી સાથે કર્ણાટક ના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટી અધિકારી પણ હાજર હતા. રાહુલ ગાંધી એ ખાસ પોતાની ગાડી રોકવીને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટી અધિકારી સાથે ચા અને પકોડા પાર્ટી કરી.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી આજે રાયચુર અને ગુલબર્ગ જેવા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી રોડ શૉ અને પબ્લિક મિટિંગ પણ કરશે.

કોંગ્રેસ પાર્ટીની જીતની દુવા

કોંગ્રેસ પાર્ટીની જીતની દુવા

રાહુલ ગાંધી આજે દરગાહમાં પહોંચ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની જીતની દુવા માંગી છે. રાહુલ ગાંધીએ ગઈ કાલે એક મંદિરમાં દર્શન કર્યા હતા, જેના કારણે ભાજપે તેના પાર કટાક્ષ પણ કર્યો છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ રાયબરેલી માં અચાનક એક દુકાનમાં રોકાઈ ને સમોસાનો આનંદ લીધો હતો.

પકોડા વેચવાને પણ રોજગાર

પકોડા વેચવાને પણ રોજગાર

આપણે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા રોજગાર ના સવાલ પર પકોડા વેચવાને પણ રોજગાર ગણાવ્યો હતો.

વિપક્ષ ઘ્વારા જોરદાર હુમલા

વિપક્ષ ઘ્વારા જોરદાર હુમલા

નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પકોડા વેચીને રોજ 200 રૂપિયા કમાય તો તેના પણ એક રોજગાર ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદીને આવા જવાબ પર વિપક્ષ ઘ્વારા જોરદાર હુમલા કરવામાં આવ્યા હતા.

English summary
Congress President Rahul Gandhi at a tea stall in Kalmala village of Raichur district.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.