For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈશ પ્રમુખને રાહુલ ગાંધીએ ‘મસૂદ અઝહરજી' કહેતા ભાજપે ગણાવ્યુ શહીદોનું અપમાન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં આપેલા પોતાના જ એક ભાષણના કારણે વિવાદોમાં ઘેરાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં આપેલા પોતાના જ એક ભાષણના કારણે વિવાદોમાં ઘેરાઈ ગયા છે. પુલવામા આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ અને જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર અંગે ભાજપ પર હુમલો કરતા રાહુલ ગાંધી મસૂદ અઝહરના નામની પાછળ 'જી' શબ્દ લગાવી બેઠા. રાહુલ ગાંધીના આ નિવેદન પર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયુ છે. ભાજપે રાહુલના આ નિવેદનને ટ્વિટ કરીને કટાક્ષ કર્યો છે.

rahul gandhi

વાસ્તવમાં રાહુલ ગાંધી સોમવારે દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તે અજીત ડોભાલ પર નિશાન સાધી રહ્યા હતા. રાહુલે કહ્યુ કે, 'પુલવામા હુમલામાં સીઆરપીએફના 40થી 45 જવાન શહીદ થઈ ગયા હતા. સીઆરપીએફ બસ પર કોણે બોમ્બ ફોડ્યો? જૈશ એ મોહમ્મદ.. મસૂદ અઝહરે... તમને યાદ હશેને? આ એ જ અઝહર છે જેને 56 ઈંચવાળાઓની ત્યારની સરકારે એરક્રાફ્ટમાં મસૂદ અઝહરજી સાથે બેસીને અજીત ડોભાલ કંધારમાં હવાલે કરીને આવી ગયા હતા.'

આતંકી મસૂદ અઝહરને રાહુલ ગાંધીના 'જી' કહીને સંબોધિત કરવા પર ભાજપે પલટવાર કર્યો છે. રાહુલના ભાષણનો વીડિયો શેર કરીને ભાજપે લખ્યુ છે, 'દેશના 44 વીર જવાનોની શહીદી માટે જવાબદાર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ માટે રાહુલ ગાંધીના મનમાં આટલુ સમ્માન.' વળી, કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે ટ્વીટ કર્યુ, 'કમ ઑન રાહુલ જી! પહેલા આ દિગ્વિજયજીની પસંદ હતા, જેમને તે 'ઓસામાજી' અને 'હાફિઝ સઈદ સાહબ' કહેતા હતા. હવે તમે કહી રહ્યા છો 'મસૂદ અઝહરજી'. કોંગ્રેસ પાર્ટીને શું થઈ ગયુ છે?'

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે દેશ સ્તબ્ધ છે કે રાહુલ ગાંધીએ એક આતંકવાદી મસૂદ અઝહરને સમ્માન સાથે સંબોધિત કર્યા. શહીદોના પરિજન કે એ લોકો જેમણે આતંકવદી હુમલામાં પોતાના સંબંધીઓને ગુમાવી દીધા, તેમને પૂછવા ઈચ્છે છે, એક આતંકવાદી માટે આટલુ સમ્માન કેમ? તે એક આતંકવાદીનું સમ્માન કરે સેના પ્રમુખને 'ગુંડા' કેમ કહે છે?

આ પણ વાંચોઃ અમદાવાદમાં આ જગ્યાએ યોજાશે CWC મિટિંગ, ગાંધી આશ્રમમાં કરશે પ્રાર્થનાઆ પણ વાંચોઃ અમદાવાદમાં આ જગ્યાએ યોજાશે CWC મિટિંગ, ગાંધી આશ્રમમાં કરશે પ્રાર્થના

English summary
congress president rahul gandhi calls masood azhar ji in booth workers meeting in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X