ઈલેક્ટોરલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ! કોંગ્રેસે લોકસભામાં હંગામો મચાવ્યો
ઈલેક્ટોરલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ! કોંગ્રેસે લોકસભામાં હંગામો મચાવ્યો
નવી દિલ્હીઃ ગુરુવારે કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડને લઈ સંસદના બંને ગૃહમાં સરકારને ઘેરી. કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડની યોજનામાં પારદર્શિતા ના વરતાવાની વાત કહેતા લોકસભામાં આને એક મોટું કૌભાંડ ગણાવ્યું. આ મામલે કોંગ્રેસે લોકસભામાં મુલતવી નોટિસ પણ આપી. લોકસભાની કાર્યવાહી શરૂ થવા પર આ મામલાને લઈ કોંગ્રેસ અને બીજા વિપક્ષી સાંસદોએ નારેબાજી કરતાં લોકસભાની વેલીમાં આવી ગયા.

લોકસભામાં ઈલેક્ટોરલ બોન્ડને લઈ કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. મનીષ તિવારીએ લોકસભામાં કહ્યું કે, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ માત્ર ચૂંટણી સુધી જ સીમિત હતી, પરંતુ 2018માં એક આરટીઆઈમાં ખુલાસો થયો કે સરકારે ઈલેક્ટોરલ બોન્ડને લઈ આરબીઆઈના વિરોધને પણ નજરઅંદાજ કરી દીધો. આના પર સરકાર જવાબ આપે.
ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે બોલતા કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કારોબારી અને અમીર લોકો સત્તાધારી પાર્ટીને ફંડ આપી રાજનૈતિક હસ્તક્ષેપ કરશે, થરૂરે કહ્યું કે જ્યારે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે અમારામાંથી કેટલાય લોકોએ ગંભીર આપત્તિ જતાવી હતી પરંતુ અમારી એક સાંભળવામાં નહોતી આવી.
લોકસભાની સાથોસાથ રાજ્યસભામાં પણ ઈલેક્ટોરલ બોન્ડ અને પીયૂસી કંપનીઓની ભાગીદારી વેચવા સહિતના અન્ય મુદ્દાઓ પર રાજ્યસભામાં હંગામો થયો. રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ સરકારને આ મુદ્દે ઘેરી.
ઈલેક્ટોરલ બોન્ડ પર હાલમાં જ એક ન્યૂજ વેબસાઈટે ખુલાસો કર્યો છે કે 2017ના બજેટથી ઠીક પહેલા ખુદ રિઝર્વ બેંકે ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કર્યો હતો પરંતુ મોદી સરકારે આરબીઆઈના વાંધાની અવગણના કરતાં ઈલેક્ટોરલ બોન્ડની ઘોષણા કરી દીધી. આનાથી રાજનૈતિક પાર્ટીઓનો ઓળખ આપ્યા વિના ભંડોળ આપવાનો રસ્તો સાફ થયો અને સૌથી વધુ ફંડ ભાજપને મળ્યું.












Click it and Unblock the Notifications
