Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મેહુલ ચોક્સી વિરૂદ્ધની રેડ નોટિસ હટાવતા કોંગ્રેસ હમલાવર, કહ્યું-લોકોના રૂપિયા ગટરમાં વહી ગયા

રણદિપ સુરજેવાલાએ ટ્વિટર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર મેહુલ ચોક્સી સામેની રેડ નોટિસને હટતા રોકવામાં નિષ્ફળ રહી છે. મતલબ કે આપણા મેહુલ ભાઈ માટે 13 હજાર કરોડ રૂપિયાનું PNB કૌભાંડ હવે બંધ થઈ ગયું છે.

Congress

નવી દિલ્હી : ભારતમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા ભગોડા હિરા વેપારી મેહુવ ચોક્સી વિરૂદ્ધ રેડ નોટિસ હટાવાતા હવે કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રણદિપ સુરજેવાલાએ મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, 13,000 કરોડ રૂપિયાનું PNB કૌભાંડ હવે બંધ થઈ ગયું છે.

રણદિપ સુરજેવાલાએ ટ્વિટર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર મેહુલ ચોક્સી સામેની રેડ નોટિસને હટતા રોકવામાં નિષ્ફળ રહી છે. મતલબ કે આપણા મેહુલ ભાઈ માટે 13 હજાર કરોડ રૂપિયાનું PNB કૌભાંડ હવે બંધ થઈ ગયું છે. લોકોના પૈસા ડૂબી ગયા છે. વિપક્ષી નેતાઓ માટે કેન્દ્રીય તપાસ એજન્સી ED અને CBI લાઇન અપ છે પરંતુ મેહુલ ચોક્સી માટે લાઇફલાઇન છે.

અહીં તમને જણાવી દઈએે કે, મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું છે કે સત્યની જીત થઈ છે. પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડની છેતરપિંડી મામલે મેહુલ ચોક્સી ભારતમાં વોન્ટેડ છે. મેહુલ ચોક્સી 23 મે 2021ના રોજ એન્ટિગુઆથી ગુમ થયો હતો અને ડોમિનિકામાં પકડાયો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત લાવવાના પ્રયાસોને રેડ નોટિસ હટતા મોટો ઝટકો લાગ્યો છે. મેહુલ ચોક્સીની રજૂઆતના આધારે ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડોલરના છેતરપિંડીના કેસમાં રેડ નોટિસ પાછી ખેંચી લીધી છે. ડિસેમ્બર 2018માં ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ દાખલ કરાઈ હતી. હવે આ પગલાનો ભારત સરકારે વિરોધ કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X