For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર કોંગ્રેસનો પ્રહાર, કહ્યું- મોદીજી તપાસ શરૂ થઈ ગઈ છે

રાફેલ ડીલ પર કોંગ્રેસનો પ્રહાર, કહ્યું- મોદીજી તપાસ શરૂ થઈ ગઈ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલના મામલામાં અરજદારો તરફથી જમા કરાવવામાં આવેલ રક્ષા મંત્રાલયના દસ્તાવેજોને યોગ્ય ગણાવી સ્વીકારી લીધા છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની ફરી સનાવણી કરશે. જ્યારે સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ વિપક્ષ પણ હુમલાવર થયું છે. રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો બોલ્યો છે.

એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે

એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરી પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું, મોદીજી તમે જેટલું ઈચ્છો ભાગી શકો છો અને જૂઠું બોલી શકો છો, પરંતુ આજે નહિ તો કાલે સચ્ચાઈ સામે આવશે. રાફેલ કૌભાંડમાં ગડબડી એક પછી એક સામે આવી રહી છે. હવે તમારી પાસે છપાવવા માટે કોઈ સત્તાવાર સીક્રેટ એક્ટ નથી બચ્યો. આજે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કાનીૂની સિદ્ધાંતોને કાનૂન સાથે યથાવત રાખશે. આ મામલામાં તેમના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા સ્વતંત્ર પત્રકારો વિરુદ્ધ ગભરાયેલા મોદીજીએ આધિકારિક ગોપનીયતા અધિનિયમ લાગૂ કરવાની ધમકી પણ આપી હતી. ચિંતા ન કરો મોદીજી, હવે આ મામલામાં તપાસ શરૂ થઈ ગઈ છે.

પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રહાર કર્યો

જ્યારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ ટ્વીટ કરી હુમલો કર્યો. તેમણે કહ્યું કે ચૌકીદાર ચોર છે, ખુલી ગઈ તેમની પોલ, આપણને બધાને ખબર છે તે કોણ છે. ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાવણીમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે જે દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે તેમને વિશેષાધિકાર પ્રાપ્ત છે, જેમણે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 123 અંતર્ગત સબૂત ન માની શકાય. આ દસ્તાવેજોને ગોપનીયતાના અધિનિયમ અંતર્ગત સંરક્ષિત કરવામાં આવે છે. કોર્ટે આજના ફેસલામાં મોદી સરકારની આ દલીલોને ફગાવી દીધી.

અરજીમાં શું કહ્યું

અરજીમાં શું કહ્યું

પુનર્વિચાર અરજી દાખલ કરનાર અરજદારોએ કહ્યું હતું કે રાફેલ ડીલ મામલે ધાંધલી કરવામાં આવી અને ભ્રષ્ટાચાર થયો છે. સાથે જ તેમું કહેવું છે કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે કોઈપણ કાગળને કોર્ટમાં રજૂ કરી શકાય છે, પછી તે ગમે તેવા હાલાતમાં કેમ ન હોય. જેથી કોર્ટે આ દસ્તાવેજો પર નજર નાખવી જોઈએ. સાથે જ કહ્યું કે કોઈપણ વિભાગ અંદર ભ્રષ્ટાચાર સામે આવવા માટે કોઈ ગોપનીય રીતે દસ્તાવેજ આપે છે તો તેની ઓળખને ઉજાગર ન કરવી જોઈએ.

રાફેલ મામલે અનિલ અંબાણીની મુસીબત વધી શકે છેરાફેલ મામલે અનિલ અંબાણીની મુસીબત વધી શકે છે

English summary
Congress Reaction On Supreme Court Verdict Over Rafale Deal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X