For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલ

લોકસભા ચૂંટણીને જોતા સપા અને બસપાએ સાથે આવવાનો નિર્ણય કર્યો છે જેની અધિકૃત ઘોષણા આજે થઈ શકે છે. વળી, આ ગઠબંધનથી કોંગ્રેસને દૂર રાખવાના સમાચારો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીને જોતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ પરસ્પર કડવાશ ભૂલીને સાથે આવવાનો નિર્ણય કર્યો છે જેની અધિકૃત ઘોષણા આજે થઈ શકે છે. વળી, આ ગઠબંધનથી કોંગ્રેસને દૂર રાખવાના સમાચારો વચ્ચે પાર્ટીએ બંને પક્ષોને ચેતવ્યા છે અને કહ્યુ છે કે યુપીમાં તેમની કોઈ પણ પ્રકારની ઉપેક્ષા કરવી રાજકીય રીતે 'ખતરનાક ભૂલ' હશે.

અખિલેશના નિવેદન પર કોંગ્રેસની ચેતવણી

અખિલેશના નિવેદન પર કોંગ્રેસની ચેતવણી

માયાવતી અને અખિલેશ યાદવની પાર્ટીએ 2019ની ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. આ ગઠબંધનનું મુખ્ય ઉદ્દેશ્ય ભાજપને યુપીમાં મોટી જીત મેળવવાથી રોકવાનો છે. કોંગ્રેસ પણ આ ગઠબંધનનો હિસ્સો બનવા માટે બંને નેતાઓ સાથે વાતચીત કરી રહ્યી હતી. પરંતુ તેમણે કોંગ્રેસને અલગ રાખવાનું મન બનાવી લીધુ છે. અખિલેશ યાદવે કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલી બંને સીટો છોડવાનો નિર્ણય કર્યો છે. આ સીટો પર ગઠબંધન દળ કોઈ ઉમેદવાર નહિ ઉતારે.

અખિલેશે કહ્યુ હતુ, યુપીમાં કોંગ્રેસ એટલી મજબૂત નથી

અખિલેશે કહ્યુ હતુ, યુપીમાં કોંગ્રેસ એટલી મજબૂત નથી

સપા-બસપાના ગઠબંધન પર કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે સમાન વિચારવાળી બધી પાર્ટીઓનો ઉદ્દેશ્ય કોંગ્રેસની જેમ જ છે કે આ દેશમાંથી કુશાસનને સમાપ્ત કરવામાં આવે, તાનાશાહીને હટાવવામાં આવે, અસહિષ્ણુતા હટાવવામાં આવે. અમારે બધાએ આ ઉદ્દેશ્ય માટે કામ કરવાનું છે.

‘કોંગ્રેસને નજરઅંદાજ કરવી ખતરનાક ભૂલ'

‘કોંગ્રેસને નજરઅંદાજ કરવી ખતરનાક ભૂલ'

તેમણે કહ્યુ કે જો અમુક પક્ષો આ ઉદ્દેશ્યને પૂરો કરવામાં બાધક બનશે તો આ દોષ તેમના પર જ હશે. તેમણે કહ્યુ કે જો કોઈ નજરઅંદાજ કરવાની કોશિશ કરશે તો તે મોટુ જોખમ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસની ઉપેક્ષા કરવી મોટી રાજકીય ભૂલ હશે. તમને જણાવી દઈએ કે આજે સપા અમે બસપાની સાથે પ્રેસ કોન્ફરન્સ થશે જેમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે એલાન કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં જલ્દી થશે H-1B વિઝામાં ફેરફાર, ભારતીયો માટે ગુડ ન્યૂઝઆ પણ વાંચોઃ અમેરિકામાં જલ્દી થશે H-1B વિઝામાં ફેરફાર, ભારતીયો માટે ગુડ ન્યૂઝ

English summary
Congress reacts on akhilesh yadav mayawati alliance says, ignoring them would be dangerous
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X