કેજરીવાલ મુંઝવણમાં: કોંગ્રેસે આપ્યો પત્રનો જવાબ

નવી દિલ્હી, 16 ડિસેમ્બરઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખવામાં આવેલા પત્રનો જવાબ કોંગ્રેસે આપ્યો છે. પત્રમાં કેજરીવાલને જવાબ આપતા કહેવામા આવ્યું છે કે, 18માંથી 16 મુદ્દા રાજ્ય પ્રશાસન સાથે જોડાયેલા છે, જેની સાથે કેન્દ્રને કોઇ લેવા દેવા નથી, બાકીના બે મુદ્દાઓ પર કોંગ્રેસ ‘આપ'ને સહયોગ કરવા તૈયાર છે.

arvind-kejriwl-drink
કોંગ્રેસના જવાબી પત્ર પર પાર્ટી પ્રવક્તા શકીલ અહેમદે કહ્યું કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરરજો આપવાની વાત અમે અમારા ચૂંટણી ઘોષણા પત્રમાં કહી હતી, અમે તેમને સમર્થન કરીએ છીએ. આ ઉપરાંત દિલ્હીમાં પહેલાથી જ એક લોકાયુક્ત છે અને જો કેજરીવાલ જનલોકપાલ બિલ લાવવા માગે છે તો અમે તેના તમામ પ્રાવધાનોનું સમર્થન કરીશું જે સંસદની વિરુદ્ધ ના હોય.

તેના પર આપ નેતા મનીષ સિસોદિયાનું કહેવું છે કે અત્યારે હું પાર્ટીની આગામી રણનીતિ પર કંઇ કહેવા માગતો નથી. અમે તેનો નિર્ણય પાર્ટીની બેઠકમાં કરીશું. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, દિલ્હી વિધાનસભા ભંગ કરવામાં નહીં આવે. આપ પાર્ટીના અન્ય નેતાએ કોંગ્રેસના જવાબી પત્ર અંગે હજુ સુધી કંઇ કહ્યું નથી.

નોંધનીય છે કે, કેજરીવાલને સમર્થન આપવાની પહેલ કરવા અંગે કોંગ્રેસ અને ભાજપ સામે આપ નેતાએ શરતો મુકી હતી. જો કે ભાજપ કેજરીવાલ દ્વારા મોકલવામાં આવેલા પત્રનો જવાબ આપવાનું નથી. જો આપ પાર્ટીએ કોંગ્રેસની શરતો પર સહમતિ વ્યક્ત કરી તો દિલ્હીમાં આપ અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે તે નક્કી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X