ભારત જોડો યાત્રામાં જોડાવા કોંગ્રેસે 21 પાર્ટીઓને આમંત્રણ મોકલ્યુ, 30 જાન્યુઆરીએ શ્રીનગર આવવા અપીલ

કોંગ્રેસ પક્ષની આ દેશવ્યાપી પદયાત્રામાં 12થી વધુ રાજ્યોના નેતાઓ જોડાયા છે. અત્યાર સુધીમાં 3500 કિલોમીટરથી વધુનું અંતર કાપીને કોંગ્રેસના નેતાઓ 30 જાન્યુઆરીએ શ્રીનગર પહોંચશે.

નવી દિલ્હી : રાહુલ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચવા જઈ રહી છે ત્યારે હવે દેશની રાજનીતિ ગરમાઈ છે. સપ્ટેમ્બર મહિનાથી પગપાળા યાત્રા કરીને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને કાશ્મીરમાં પુરી કરશે ત્યારે કોંગ્રેસે 21 પાર્ટીઓને એકમંચ પર આવવા આહવાન કર્યુ છે.

rahul gandhi

ભારત જોડો યાત્રા 100 દિવસથી વધુ સમયથી ચાલી રહી છે. કોંગ્રેસ પક્ષની આ દેશવ્યાપી પદયાત્રામાં 12થી વધુ રાજ્યોના નેતાઓ જોડાયા છે. અત્યાર સુધીમાં 3500 કિલોમીટરથી વધુનું અંતર કાપીને કોંગ્રેસના નેતાઓ 30 જાન્યુઆરીએ શ્રીનગર પહોંચશે. શ્રીનગર પહોંચતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેશના 21 રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું છે.

ભારત જોડો યાત્રાએ તેના પ્રથમ તબક્કામાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લીધો હતો. યાત્રાનો બીજો તબક્કો 3 જાન્યુઆરીએ દિલ્હીથી ફરી શરૂ થયો છે. ઉત્તર પ્રદેશમાં પ્રવેશ્યા બાદ પદયાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થશે. ભારત જોડો યાત્રાનું સમાપન રાહુલ ગાંધીના રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X