For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કેન્દ્રની ખુરશી' માટે સોનિયાએ પોતાના ખાસ સેનાપતિને સોંપી મહત્વની જવાબદારી

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ કેન્દ્રની ગાદી સુધી પહોંચવા માટે અત્યારથી જ કામે લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે મતદાનનું સાતમો અને અંતિમ તબક્કો બાકી છે. દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ કેન્દ્રની ગાદી સુધી પહોંચવા માટે અત્યારથી જ કામે લાગી ગઈ છે. આમાં મહત્વની ભૂમિકા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ નિભાવી રહ્યા છે કારણકે જવાબદારી તેમને જ આપવામાં આવી છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઘણી ઓછી સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. એવામાં જો લોકસભા ચૂંટણી પરિણામમાં ત્રિશંકુની સ્થિતિ બને તો કેન્દ્રની સત્તા સુધી એ જ પહોંચશે જેની પાસે સ્થાનિક પાર્ટીઓનું સમર્થન હશે.

sonia-rahul

કમલનાથ નિભાવશે મહત્વની ભૂમિકા

રાજકીય ગલીઓમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસે બીજદ પ્રમુખ નવીન પટનાયક, વાયએસ કોંગ્રેસના જગમોહન રેડ્ડી અને ટીઆરએસના ચંદ્રશેખર રાવ સુધી પહોંચવા માટે મુખ્યમંત્રી કમલનાથ ઉપરાંત પાર્ટીના અમુક સીનિયર નેતાઓને જવાબદારી સોંપી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કમલનાથ અને આ નેતાઓ વચ્ચે વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે 23મેના રોજ ચૂંટણી પરિણામવાળા દિવસે સોનિયા ગાંધી વિપક્ષી નેતાઓ સાથે એક બેઠક પણ કરશે.

વિપક્ષી નેતાઓને ફોન કરીને લઈ રહ્યા છે માહિતી

લોકસભા ચૂંટણી દરમિયાન સોનિયા ગાંધી સંપૂર્ણપણે શાંત હતા પરંતુ હવે જ્યારે સત્તા મેળવવાનો વારો આવ્યો તો તે સક્રિય થઈ ગયા છે. એટલા માટે તે દિલ્લીમાં બેસીને ચૂંટણી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સોનિયા ગાંધીએ મુખ્ય વિપક્ષી દળોના નેતાઓને ફોન કરીને તેમની પાસેથી માહિતી લીધી છે કે તે ચૂંટણી પરિણામના સમયે દિલ્લીમાં રહેશે કે નહિ. એટલા માટે સોનિયા ગાંધી પૂરા પ્લાન હેઠળ એ પાર્ટીના નેતાઓને એક કરવામાં લાગેલા છે જેમનો મોદી સરકાર કે પછી ભાજપ સાથે મતભેદ છે.

ત્રિશંકુની સ્થિતિમાં સ્થાનિક પાર્ટીઓની ભૂમિકા રહેશે મહત્વની

રાજકીય વિશ્લેષકોની માનીએ તો જો વર્તમાન એનડીએની મોદી સરકાર લોકસભા ચૂંટણીમાં બહુમત ન મેળવી શકે તો સરકાર બનાવવામાં સ્થાનિક પાર્ટીઓની ભૂમિકા મહત્વની બની રહેશે. ખાસ કરીને બીજદ, ટીઆરએસ અને વાયએસઆરસીપી જેવી પાર્ટીઓ છે જેમના સહયોગથી બીજી પાર્ટી કેન્દ્રની ગાદી મેળવી શકે છે. પરંતુ એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે આ પાર્ટીના નેતાઓને રાજી કરવા સરળ નથી. કારણકે આ તરફ યુપીમાં સપા-બસપા ગઠબંધન પણ છે જે હાલમાં કોંગ્રેસથી અંતર જાળવી રહ્યુ છે પરંતુ ચૂંટણી બાદ કોને સમર્થન આપશે તે કોઈ નથી જાણતુ.

આ પણ વાંચોઃ નેપાળઃ 28,169 ફૂટ ઉંચે માઉન્ટ કંચનજંગા પર બે ભારતીય પર્વતારોહકોના મોતઆ પણ વાંચોઃ નેપાળઃ 28,169 ફૂટ ઉંચે માઉન્ટ કંચનજંગા પર બે ભારતીય પર્વતારોહકોના મોત

English summary
Congress Sonia Gandhi deputes Kamal Nath to talk to non-NDA parties, BJD, YS Congress and TRS KCR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X