For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો

કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પાર્ટીએ આ મામલે રાજ્યપાલને પત્ર પણ આપ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યની પરિકર સરકાર પાસે બહુમત નથી

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પાર્ટીએ આ મામલે રાજ્યપાલને પત્ર પણ આપ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યની પરિકર સરકાર પાસે બહુમત નથી. કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને માંગ કરી છે કે તેમને ગોવામાં સરકાર બનાવવાનો મોકો આપવામાં આવે.

Congress

કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યની ભાજપા સરકારને બરખાસ્ત કરે અને રાજ્યની સૌથી મોટી કોંગ્રેસ પાર્ટીને સરકાર બનાવવાનો મોકો આપવામાં આવે. કોંગ્રેસે પત્રમાં એવું પણ કહ્યું છે કે ગોવામાં રાષ્ટ્રપતિ શાશન લગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. આ નિર્ણયને તેઓ પડકાર આપશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીની ઠીક પહેલા આ પાર્ટીએ છોડ્યો ભાજપનો સાથ, એકલા હાથે ચૂંટણી લડશે

વિપક્ષના નેતા ચંદ્રકાન્ત કાવલેકર ઘ્વારા લખવામાં આવ્યું કે, ભાજપના એક વિધાયકના નિધન પછી ભાજપા સરકાર બહુમત ગુમાવી ચુકી છે. લાંબા સમયથી લોકોનો વિશ્વાસ ગુમાવી ચુકેલી મનોહર પર્રિકરની ભાજપા સરકાર સદનમાં તાકાત ગુમાવી ચુકી છે. એટલા માટે રાજ્ય સરકારને બરખાસ્ત કરીને સુનિશ્ચિત કરવામાં આવે કે સદનની સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવવી જોઈએ.

આ પણ વાંચો: આ ચૂંટણી બાદ 2024માં એકેય ચૂંટણી નહિ થાયઃ ભાજપના સાંસદ સાક્ષી મહારાજ

આપને જણાવી દઈએ કે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. આપને જણાવી દઈએ કે 40 સીટો વાળી વિધાનસભામાં કોંગ્રેસને 17 સીટો મળી હતી. જયારે ભાજપે 13 સીટો કબ્જે કરી હતી. તેમ છતાં ભાજપા રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ થઇ હતી. ભાજપ પાસે કુલ 21 વિધાયકોનું સમર્થન છે.

English summary
Congress stakes claim to form government in Goa; writes to Governor to dismiss BJP led govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X