લોકસભા ચૂંટણીની ઠીક પહેલા આ પાર્ટીએ છોડ્યો ભાજપનો સાથ, એકલા હાથે ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણીની ઠીક પહેલા આ પાર્ટીએ છોડ્યો ભાજપનો સાથ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ને લઈ તમામ પ્રમુખ રાજકીય દળ પોતાની રણનૈતિક તૈયારીઓ ફાઈનલ કરવામાં લાગી ગયા છે. પછી ઉમેદવારોની પસંદગીનો મામલો હોય કે ગઠબંધનનો, બધી જ બાબતોમાં અત્યારે માથાકુટ ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્રમાં સત્તા સંભાળી રહેલ ભાજપના એક સહયોગીએ ગઠબંધન તોડવાનું એલાન કરી દીધું છે. સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (એસકેએમ)એ શુક્રવારે ભાજપ સાથેથી પોતાનું ગઠબંધન તોડી લીધું, એટલું જ નહિ સિક્કીમની તમામ વિધાનસભા સીટ અને પ્રદેશની એકમાત્ર લોકસભા સીટ પર ઉમેદવારો ઉતારવાનો ફેસલો પણ કરી લીધો.

સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાનું એકલા હાથે ચૂંટણી લડવાનું એલાન
સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાના પ્રવક્તા સોનમ ભૂટિયાએ જણાવ્યું કે એસકેએમ આ વખતે તમામ 32 વિધઆનસભા સીટ અને એકમાત્ર લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે. તેમણે જણાવ્યું કે દક્ષિણ સિક્કિમના જોરેથાંગમાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક્ઝિક્યૂટિવ કમિટીની બેઠકમાં એકલા ચૂંટણી લડવાનો ફેસલો લીધો છે. આ બેઠકની અધ્યક્ષતા એસકેએમના અધ્યક્ષ પ્રેમ સિંહ તમાંગે કરી.

SKMએ ભાજપનો સાથ છોડ્યો
સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાના પ્રવક્તા સોનમ ભૂટિયાએ ભાજપથી ગઠબંધન તોડ્યું હોવાની જાણકારી આપી છે, જો કે તેમણે સ્પષ્ટતા નથી કરી કે આખરે ભાજપનો સાથ છોડવાનો પાર્ટીનો ફેસલો શા માટે લવામાં આવ્યું. ભૂટિયાએ કહ્યું કે એસકેએમ 20 માર્ચ સુધી પ્રદેશની 32 વિધઆનસભા સીટ અને સિક્કિમની એક લોકસભા સીટ પર ઉમેદવારોના નામનું એલાન કરી દેશે. સિક્કિમમાં લોકસભાની એક સીટ છે, જો કે આ સીટ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે તે આખા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

11 એપ્રિલે સિક્કિમમાં મતદાન
સિક્કિમમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીની તારીખોનું પણ એલાન થઈ ચૂક્યું છે. લોકસભા સાથે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પણ 11 એપ્રિલ 2019ના રોજ મતદાન થસે. સિક્કિમ લોકસભા ક્ષેત્ર સામાન્ય વર્ગ માટે છે. અહીં રાજ્યસભા માટે પણ એક સીટ છે. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સહિત કેટલાય રાજનૈતિક પક્ષો છે. જો કે અહીં ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ સહિત કેટલાય રાષ્ટ્રીય દળ ભારે સક્રિય છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
