મોદીની શાનદાર પેકેજિંગની કોમેન્ટ પર ભડક્યું કોંગ્રેસ

narendra-modi
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ આજે વિશ્વમાં બ્રાન્ડિંગ અને પેકેજિંગના મહત્વ અંગેની નરેન્દ્ર મોદીની ટિપ્પણીને કોંગ્રેસે આડા હાથે લીધી છે અને કહ્યું છે કે આ 'એક માત્ર સત્ય' છે જે ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું છે.

કોંગ્રેસના ગુજરાત મામલાના પ્રભારી મોહન પ્રકાશે પત્રકારોને કહ્યું કે, મોદીને અહીં શ્રી રામ કોલેજની પોતાની યાત્રા દરમિયાન એક માત્ર સત્ય કહ્યું છે અને આ પેકેજિંગ તથા માર્કેટિંગ અંગે છે. લાંબા સયથી તેમણે પોતાની કાર્યપ્રણાલી અંગે કંઇક સાચું કહ્યું કે પેકેજિંગ અને માર્કેટિંગ મહત્વના છે. કારણ કે તે આ જ બાબતોનો સહારો લે છે.

નોંધનીય છે કે તાજેતરમાં કોલેજની મુલાકાત દરમિયાન મોદીએ વિશ્વને પેકેજિંગ અને બ્રાન્ડિંગના મહત્વની વાત કરી હતી. મોદીએ કહ્યું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જિરો ડિફેક્ટીંગ અને પેકેજિંગ પર ધ્યાન આપો. આખી દુનિયાને આકર્ષિત કરવા માટે તૈયાર રહો. ગુજરાત સરકાર વિવેકાનંદની 150મી જન્મજંયતિ વર્ષ ઉજવી રહ્યું છે ગુજરાત સરકારે આ વર્ષને યુવાવર્ષ તરીકે જાહેર કર્યું છે. મોદીએ જણાવ્યું કે હું પણ એ જ અખાડામાંથી આવું છું પણ મારા વિચારો અલગ છે. હું ઇચ્છું છું કે મારા યુવાનો ન્યુ એજ વોટર નહીં પણ ન્યુ એજ પાવર બને. જો તમે યુવાશક્તિને માત્ર વોટર તરીકે જ જોશો તો પરિસ્થિતિઓને બદલી નહી શકો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X