For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ આજે દેશભરમાં CAAના વિરોધમાં કરશે ફ્લેગ માર્ચ, બંધારણની પ્રસ્તાવના વાંચશે

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ફ્લેગ માર્ચ કરશે. આ કાયદાના વિરોધમાં કોંગ્રેસ 'બંધારણ બચાવો, દેશ બચાવો'ના નારા સાથે દેશના તમામ ભાગમાં ફ્લેગ માર્ચ કરશે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ફ્લેગ માર્ચ કરશે. આ કાયદાના વિરોધમાં કોંગ્રેસ 'બંધારણ બચાવો, દેશ બચાવો'ના નારા સાથે દેશના તમામ ભાગમાં ફ્લેગ માર્ચ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલે આ અંગેનુ એલાન શુક્રવારે કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે તમામ રાજ્યોની રાજધાનીમાં પાર્ટીના મુખ્યાલયમાં ધ્વજારોહણ કાર્યક્રમ થશે ત્યારબાદ બંધારણની પ્રસ્તાવનાને અલગ અલગ ભાષામાં વાંચવામાં આવશે અને ફ્લેગ માર્ચ કાઢવામાં આવશે.

rahul gandhi

એટલુ જ નહિ યુવા કોંગ્રેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓને બંધારણની પ્રસ્તાવનાની એક પ્રત પણ મોકલશે અને તેમને અપીલ કરશે કે તે આને વાંચે અને દેશના બંધારણની પ્રસ્તાવનાની ભાવનાને સમજે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુવાહાટીમાં આ માર્ચમાં શામેલ થશે. તમને જણાવી દઈએ કે રાહલુ ગાંધી એટલા માટે ગુવાહાટીથી આ માર્ચમાં શામેલ થશે કારણકે નાગરિકતા સુધારા કાયદા સામે સૌથી પહેલો વિરોધ અહીંથી શરૂ થયો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે મમતા બેનર્જીએ પણ નાગરિકતા સુધારા કાયદા સામે રેલી કાઢી હતી.

મમતા બેનર્જીએ રેલી દરમિયાન કહ્યુ કે બધા છાત્રો પોતાનુ વિરોધ પ્રદર્શન ચાલુ રાખે. લોકતાંત્રિક રીતે પોતાના લોકતાંત્રિક અધિકારો માટે આ જ રીતે પ્રદર્શન કરો. તેમણે મેંગલોર હિંસામાં મરનાર બે જણના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાનુ એલાન કર્યુ. મમતાએ પોતાની આ રેલીમાં 'સીએએ, એનઆરસી વાપસ લો, વાપસ લો'ના નારા પણ લગાવ્યા. મમતાએ કહ્યુ કે કર્ણાટકમાં પ્રદર્શનો દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારને મળવા માટે તૃણમૂલ કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળને મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ દિલ્લીમાં ઠંડીનો કહેર, તૂટ્યો 118 વર્ષનો રેકોર્ડ, પારો 2.4 ડિગ્રી સુધી ગગડ્યોઆ પણ વાંચોઃ દિલ્લીમાં ઠંડીનો કહેર, તૂટ્યો 118 વર્ષનો રેકોર્ડ, પારો 2.4 ડિગ્રી સુધી ગગડ્યો

English summary
Congress to hold nationwide protest against CAA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X