2014માં રાહુલની આગેવાની હેઠળ ચૂંટણી લડાશેઃ દિગ્વિજય સિંહ

પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા દિગ્વિજય સિંહે કહ્યું કે કોંગ્રેસ હંમેશાથી યુવાઓને તક આપતી આવી છે અને આગળ પણ આપશે. આ પહેલા નરેન્દ્ર મોદીના ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવારના દાવાઓને મજબૂતી મળવાને ઓછી આંકતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, મુખ્યમત્રીને અંદર જ ઘણા દુશ્મનોનો સામનો કરવો પડ્યો છે અને તે તેમની પાર્ટી તથા રાજગ નેતાઓ માટે દુવિધા છે.
દિગ્વિજયે મુખ્યંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે કોઇ પ્રકારની તુલનાને ખારીજ કરી હતી. તેમણે કહ્યું હતું કે મોદી સામે કોંગ્રેસ નેતાનો આખા દેશમાં વ્યાપક પ્રભાવ છે. મોદીનો પ્રભાવ ગુજરાત સુધી સીમિત છે.
નોંધનીય છે કે પોતાના બીજા શાસનકાળ દરમિયાન રાજકિય, આર્થિક અને સમાજિક એમ ચારે તરફથી પડકારોનો સામનો કરી રહેલી કોંગ્રેસની ચિંતન શિબિરનો આજથી જયપુરમાં પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ જયપુર પહોંચી ગયા છે. શિબિરમાં જ્યાં કોંગ્રેસ વધતી મોઘવારીને નિંયત્રિત કરવા માટે રણનીતિ બનાવશે ત્યાં જ સરકારની છબીને સુધારવા માટે પણ વિચાર કરશે. વધતી મોંઘવારી, દિલ્હી ગેંગરેપ બાદ મહિલાઓની સુરક્ષા અને ભારત-પાકિસ્તાનના સંબંધો સબબ ચર્ચા કરવા માટે અલગ-અલગ સત્ર રાખવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
