For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શશિ થરુરે પ્રિયંકા ગાંધીને ગણાવ્યા કરિશ્માઈ, મોદી સરકાર પર કર્યો હુમલો

આગામી લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યુ છે કે તેમની પાર્ટી આ વખતે કોઈ કરકસર બાકી નહિ રાખે. કારણકે તેમની પાર્ટી કેન્દ્રની મોદી સરકારની ઉખાડી ફેંકવા ઈચ્છે છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યુ છે કે તેમની પાર્ટી આ વખતે કોઈ કરકસર બાકી નહિ રાખે. કારણકે તેમની પાર્ટી કેન્દ્રની મોદી સરકારની ઉખાડી ફેંકવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ પીએમ મોદી પર 'ધ પેરાડોક્સિકલ પ્રાઈમ મિનિસ્ટર' શીર્ષક નામથી પુસ્તક લખનાર શશિ થરૂરે કહ્યુ કે સાર્વજનિક રીતે પીએમ તમાર પ્રકારની ઉદાર વાતો કરે છે જેમ કે સબકા સાથ, સબકા વિકાસ કે પછી સંવિધાન મારુ એકમાત્ર પવિત્ર પુસ્તક છે. પરંતુ રાજકારણમાં તે ભારતીય સમાજના સૌથી 'અનુદાર તત્વો' પર નિર્ભર રહે છે.

પ્રિયંકા ગાંધીને ગણાવ્યા કરિશ્માઈ નેતા

પ્રિયંકા ગાંધીને ગણાવ્યા કરિશ્માઈ નેતા

દેશના રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર શશિ થરૂરે કહ્યુ છે કે તેમનામાં મતદારોને પ્રભાવિત કરવાનો કરિશ્મા છે અને તે પાર્ટી માટે મૂલ્યવાન સાબિત થશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં શશિ થરુરે કહ્યુ છે કે સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ બધી બાધાઓ ખતમ કરી દેશે. તેમણે કહ્યુ કે પ્રિયંકા ગાંધીને બહેતર અપીલવાળા અને વિશ્વસનીય નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. શશિ થરુરે કહ્યુ કે હજુ સુધી તે સીમિત હતા, પોતાને અમેઠી અને રાયબરેલી સુધી સીમિત રાખ્યા હતા.

મોદીને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે લક્ષ્ય

મોદીને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે લક્ષ્ય

શશિ થરુરે કહ્યુ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીનું લક્ષ્ય મોદીને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે. અમે મોદી અને તેમની સરકારને બહાર કરવા ઈચ્છીએ છીએ. તેમણે પ્રિયંકા ગાંધી વિશે કહ્યુ કે તેમને સાર્વજનિક રીતે હજુ પોતાની ધાક જમાવવાની છે પરંતુ પાર્ટીમાં અંદરની બાબતોમાં તેમને જોવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તિરુવનંતપુરમમાં સાંસદ, 62 વર્ષીય થરૂરે ઘણી બીજા મુદ્દાઓ પર પણ પોતાની વાત કહી છે.

નૈતિક નેતૃત્વની વાત આવી તો ચૂપ રહ્યા મોદી

નૈતિક નેતૃત્વની વાત આવી તો ચૂપ રહ્યા મોદી

શશિ થરૂરે કહ્યુ કે મારા હિસાબે મોદી હિંદીના સૌથી સારા વક્તા છે પરંતુ જ્યારે તેમના નૈતિક નેતૃત્વની વાત એવી તે ચૂપ હતા. તે પોતાના અવાજમાં ચઢાવ-ઉતાર લાવે છે અને નાટકીય હાવભાવ અપનાવે છે. તે એમની રાજકીય અપીલનો સૌથી મોટો ભાગ છે. શશિ થરુરે કહ્યુ કે પીએમ મોદી ત્યારે કેમ નથી બોલી શકતા જ્યારે આખા દેશમાં મોહમ્મદ અખલાક, જુનેદ ખાન, પહલુ ખાન અને રોહિત વેમુલાના પરિવારોનું દુઃખ શેર કરવા માટે એક અવાજ સાંભળવા માંગતા હતા.

આ પણ વાંચોઃ IPS અધિકારી અપર્ણાએ રચ્યો ઈતિહાસ, ન્યૂમોનિયામાં બર્ફીલી હવા ઝેલીને પહોંચ્યા સાઉથ પોલઆ પણ વાંચોઃ IPS અધિકારી અપર્ણાએ રચ્યો ઈતિહાસ, ન્યૂમોનિયામાં બર્ફીલી હવા ઝેલીને પહોંચ્યા સાઉથ પોલ

English summary
Congress wants defenestration of PM Narendra Modi and his government, says Shashi Tharoor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X