For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો વિજય

|
Google Oneindia Gujarati News

congress logo
બેંગલુરુ, 31 મે: પેરિયાપટના બેઠક માટે થયેલી ચૂંટણીનું પરિણામ આજે શુક્રવારે આવી ગયું. અત્રે 28 મેના રોજ મતદાન થયું હતું. કોંગ્રેસ ઉમેદવાર કે. વેંકટેશે જનતા દળ સેક્યુલરના ઉમેદવાર કે. મહાદેવને 2000થી વધુ મતોના અંતરથી હરાવી દીધા છે.

ચૂંટણી અધિકારીઓએ અત્રે પત્રકારોને જણાવ્યું કે વેંકટેશને 62,045 મતો મળ્યા, જ્યારે મહાદેવને 59,957 વોટ મળ્યા. ત્રીજા સ્થાન પર ક્ષેત્રીય દળના ઉમેદવાર એચડી ગણેશ આવ્યા જેમને 5000 મત મળ્યા છે.

આ પાર્ટીનું ગઠન ભારતીય જનતા પાર્ટી સરકારમાં મંત્રી રહેલા બી. શ્રીરામુલુએ કર્યું છે. ભાજપા ઉમેદવાર આર.ટી સતીશ ચોથા સ્થાન પર પહોંચી ગયા અને અહીં સુધી તેમને પોતાની જમાનત પણ ગુમાવવી પડી. તેમને માત્ર 3,731 મત જ મળ્યા. આ બેઠકથી ભાજપા ઉમેદવારનું નિધન થઇ જવાના કારણે અત્રે પાંચ મેના રોજ મતદાન થઇ શક્યું ન્હોતું, જ્યારે અન્ય વિધાનસભા બેઠક માટે મતદાન થયું હતું.

પેરિયાપટના વિધાનસભા બેઠક મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ગૃહ જનપદ મૈસૂરમાં આવે છે અને અત્રેથી કોંગ્રેસની જીત બાદ તેમની સ્થિતિ વધુ મજબૂત થઇ છે. હવે મૈસૂર જિલ્લાની 11 વિધાનસભા બેઠકોમાંથી આઠ કોંગ્રેસની પાસે છે.

English summary
Karnataka's ruling Congress Friday won a keenly contested assembly seat, taking its tally in the 225-member house to 122. The BJP finished in the fourth spot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X