For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરૂ રચવામાં આવે છે: ગિરિરાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-speech
પટના, 19 ઑક્ટોબર: બિહારની નીતિશ કુમાર સરકારમાં સામેલ ભાજપના નેતા ગિરિરાજ સિંહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બિહારના ભાજપના નેતાઓનો સમાવેશ ન કરવામાં આવતાં બિહારના નેતાઓ દ્રારા નરેન્દ્ર મોદીને બદનામ કરવાની ચાલ ગણાવી છે.

બિહારના પશુ સંશાધન મંત્રી ગિરિરાજ સિંહે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં બિહારમાં ભાજપના નેતાઓને ન બોલાવીને નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરૂ ગણાવ્યું છે.

તેમને કહ્યું હતું કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પક્ષમાં પ્રચાર કરવા માટે બિહારના શાહનવાઝ હુસૈનમ રવિશંકર પ્રસાદ, અને રાજીવ પ્રતાપ રેડી જેવા નેતાઓને મહત્વ આપવું અને તેમને આમંત્રણ ન આપવામાં પાછળ મોદીજી વિરૂદ્ધ કાવતરૂ રચવામાં આવતું હોય એમ અલાગે છે.

ગિરિરાજે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી દ્રારા બિહારના ભાજપ નેતાઓને નીચું દેખાડવાને લઇને મીડિયામાં આવેલા સમાચારો પાર્ટીની અંદર ભ્રમ અને અહીંની જનતાની નજરમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે.

ગિરિરાજે કહ્યું હતું કે ભાજપે સાવધાનીપૂર્વક ફક્ત 40 પાર્ટી પ્રચારકોમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય નેતાઓને પસંદ કરવાના છે અને ગુજરાતની ચૂંટણી માટે પાર્ટીના નેતૃત્વએ ચૂંટણી આયોગને ભાજપના પ્રચારકોની યાદી આપી છે જેમાં પાંચથી સાત રાષ્ટ્રીય સ્તરના નેતાઓ છે જ્યારે બાકીના રાજ્યસ્તરના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમને કહ્યું હતું કે તેમને જેટલી માહિતી મળી છે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જનારા બિહારના નેતાઓ માટે હજી સુધી દરવાજા બંધ થયા નથી અને તેમની સાથે-સાથે પાર્ટીના બસો નેતા અને કાર્યકર્તાઓ થોડા દિવસો પછી બિહારથી જશે.

ભાજપે ચૂંટણી આયોગ પંચ સમક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી ઉમેદવારો માટે 40 પ્રચારકોની જે યાદી સોંપી છે તેમાં રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રૂડી, સૈયદ શાહનવાઝ અને મુખ્તાર અબ્બાસ નકવીના નામોનો સમાવેશ છે.

ભાજપની આ યાદીને લઇને પાર્ટીમાં અને રાજકીય વિશ્લેષકોમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોદીએ જાણી જોઇને બિહારના પોતાના સાથીઓને, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવા બદલ અવગણ્યાં છે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિશ કુમાર અને સહયોગી દળ જેડીયૂના કહેવાથી પાર્ટીના નેતાઓ દ્રારા તેમને ગત વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણી અને તેના પહેલાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર માટે બોલાવવામાં ન આવતાં તેમને બદલો લીધો છે.

English summary
Giriraj Singh, an avowed supporter of Narendra Modi, on Thursday said his party BJP’s decision to not field any leaders from Bihar for campaigning in Gujarat indicated a conspiracy was at work to defame narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X