For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાહ્મણ ભારત છોડો બાદ હવે JNU કેમ્પસમાં સામ્યવાદીઓ ભારત છોડો ના સ્લોગનથી સર્જાયો નવો વિવાદ

થોડા દિવસ પહેલા JNUના કેમ્પસમાં બુધવારના રોજ બ્રાહ્મણ ભારત છોડોના નારા દિવાલો પર લખવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

|
Google Oneindia Gujarati News

થોડા દિવસ પહેલા JNUના કેમ્પસમાં બુધવારના રોજ બ્રાહ્મણ ભારત છોડોના નારા દિવાલો પર લખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જે બાદ હવે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસની દિવાલો પર હિન્દુ રક્ષા દળ તરફ 'સામ્યવાદીઓ ભારત છોડો' સૂત્ર લખવામાં આવ્યું છે. જેના કારણે એક નવા વિવાદનું વંટોળ ઉભું થયું છે. JNU પ્રશાસન આ અંગે કાર્યવાહી કરશે તેવી વાતનું રટણ કરી રહ્યું છે.

JNU

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી નફરતને પ્રોત્સાહન આપતા અને વાંધાજનક સ્લોગન લખવવા આવતા હોવાનું સામે આવી રહ્યા છે. હવે યુનિવર્સિટીના મેઇન ગેટ પર નવું સ્લોગન લખવામાં આવ્યું છે. જેમાં સામ્યવાદીનો વિરોધ હોવાનું જણાવાયું હતું. એવું જાણવા મળ્યું છે કે, આ સૂત્રો હિન્દુ રક્ષા દળના સભ્યો દ્વારા લખવામાં આવ્યા છે.

JNUની દિવાલ પર Communist Quit India, Communist = ISIS, અને Jihadi Quit India લખેલું હતું. આ

હિંદુ રક્ષા દળ પણ દિવાલ પર લખેલું હતું. આ સ્લોગન્સ સ્પ્રે પેઇન્ટથી લખવામાં આવ્યા હતા. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ

યુનિયન (JNUSU)એ જણાવ્યું હતું કે, JNUમાં આ પ્રકારનું કૃત્ય પહેલીવાર નથી થયું. આ અગાઉ પણ જેએનયુની દિવાલો પર મુસ્લિમ લાઇવ્સ ડોન્ટ મેટર લખવામાં આવ્યું હતું. યુનિવર્સિટી કેમ્પસનું વાતાવરણ બગાડવા માટે જ આવી હરકતો કરવામાં આવે છે. યુનિવર્સિટીમાં આવી ઘટનાઓ પહેલા પણ બની છે. આના પણ ઘણા ઉદાહરણો પણ આપણી પાસે છે.

યુનિવર્સિટી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, JNU આવા કૃત્યો સામે પગલાં લેશે. આ અંગે તપાસ પણ શરૂ કરી દેવા આવી છે. હિંદુ રક્ષા દળના સભ્યો જોકે માને છે કે, બ્રાહ્મણ વિરોધી અને હિંદુ વિરોધી સૂત્રો સામ્યવાદીઓએ લખ્યા હતા. આના વિરોધમાં પક્ષના સાથીઓએ તેમના વિરૂદ્ધ લખ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, હિંદુ રક્ષા દળના લોકોએ JNU ના મુખ્ય દ્વારની બહાર સામ્યવાદી વિરોધી નારા પણ લગાવ્યા હતા.

English summary
controversy has arisen in JNU campus with the slogan Communists Quit India After Brahmins Quit India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X