ઇઝરાયેલના પૂર્વ રાજદૂતને હાઇફા પોર્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાતા મહુઆ મોઇત્રાએ સવાલ ઉઠાવ્યા
અદાણી પર તમામ બાજુએથી સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે તેની સાથે જોડાયેલો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભારતમાં ઈઝરાયેલના પૂર્વ રાજદૂત રોન મલ્કાને હાઈફા પોર્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન નિયુક્ત કરાતા હવે સવાલો ઉભા થયા છે. રોન મલ્કાએ રવિવારે જણાવ્યું કે, તેમણે અદાણીની માલિકીની હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અને ગેડોટ ગ્રુપની માલિકીનું છે.

રોન મલ્કાએ એક ટ્વીટ કરીને જણાવ્યુ કે, અદાણી ગ્રુપની હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે હોદ્દો સંભાળીને હું સન્માનિત અનુભવુ છું. પોર્ટના કર્મચારીઓના સમર્પણ સાથે અદાણી અને ગેડોટનો અનુભવ હાઈફા પોર્ટને નવી ઊંચાઈએ લઈ જશે. હવે ટ્વિટ સામે આવ્યા બાદ મહુઆ મોઈત્રાએ સવાલો ઉઠાવ્યા છે.
તૃણમુલ સાંસદ મહુઆ મોઇત્રાએ આ મુદ્દે સવાલો ઉઠાવતા ટ્વીટ કર્યું કે, અદાણીના હમામમાં બધા નગ્ન છે. તેમણે કહ્યું કે, આ વ્યક્તિ છત પરથી રાડો પાડે છે કે અદાણીના ઈઝરાયેલના સોદા કેટલા સાફ છે. તેમણે કહ્યું કે, ભૂતપૂર્વ રાજદ્વારીએ ગયા વર્ષે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લાપિડની પણ ટીકા કરી હતી. તે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને કારણે ચર્ચામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, ગૌતમ અદાણી સંપત્તિ અંબાણી કરતા ઘણી નીચે આવી ગઈ છે. અમીરોની આ યાદીમાં અંબાણી 9મા નંબરે છે, જ્યારે અદાણી 23મા સ્થાને સરકી ગયા છે. યાદી અનુસાર અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.












Click it and Unblock the Notifications
