હાવી થઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં 217353 નવા કેસ અને 1185 દર્દીઓના મોત

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા માત્ર 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના 2,17,353 નવા દર્દી મળ્યા છે અને આ દરમિયાન 1185 લોકોના મોત સંક્રમણના કારણે થયા છે. આરોગ્ય મંત્રાલયે એ પણ માહિતી આપી કે છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 1,18,302 દર્દીઓ રિકવર થયા છે. નવા કેસ મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 1,42,91,917 થઈ અને રિકવર દર્દીઓની સંખ્યા 1,25,47,866 થઈ ગઈ છે.

corona

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દૈનિક કેસોમાં થઈ રહેલા વધારાના કારણે કોરોના વાયરસના સક્રિય કેસ પણ વધી ગયા છે અને દર્દીઓની સંખ્યા 15,69,743 સુધી પહોંચી ગઈ છે. વળી, દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસ અત્યાર સુધી 1,74,308 લોકોના જીવ લઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધી 11,72,23,509 લોકોને રસી લગાવવામાં આવી ચૂકી છે.

કોરોના વાયરસથી દેશના 9 રાજ્યોમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીના આંકડા મુજબ દેશના 9 રાજ્યોમાં કોરોના વાયરસથી સૌથી વધુ સ્થિતિ ખરાબ છે. આમાં મહારાષ્ટ્ર, યુપી, દિલ્લી, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન અને બિહાર શામેલ છે. કોરોના વાયરસની સ્થિતિને જોતા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે રાજધાનીમાં વીકેન્ડ કર્ફ્યુનુ એલાન કર્યુ. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લીની હોસ્પિટલોમાં હાલમાં બેડની કોઈ કમી નથી માટે લોકો ગભરાય નહિ પરંતુ કોરોના વાયરસથી બચાવના નિયમોનુ પાલન જરૂર કરે. દિલ્લી પહેલા મહારાષ્ટ્ર સરકાર પણ 15 દિવસના કર્ફ્યુ સહિત ઘણા પ્રતિબંધોનુ એલાન કરી ચૂકી છે. ગુરુવારે દિલ્લીમાં કોરોના વાયરસના 16699 અને મહારાષ્ટ્રમાં 61695 નવા દર્દી સામે આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X