For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં કોરોના વિસ્ફોટ, હુજૂર સાહિબ ગુરુદ્વારેથી આવેલા 300થી વધુ શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ

પંજાબમાં કોરોના વિસ્ફોટ, હુજૂર સાહિબ ગુરુદ્વારેથી આવેલા 300થી વધુ શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પંજાબમાં કોરોનાના મામલામાં ચિંતાજનક તેજી જોવા મળી. મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત હુજૂર સાહિબ ગુરુદ્વારેથી પંજાબ આવેલા 300થી વધુ શ્રદ્ધાળુઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ કોરોના વિસ્ફોટ સાથે જ પંજાબ સરકારની કોરોના સામેની લડાઈને મોટો ઝાટકો લાગ્યો છે. શનિવારે હુજૂર સાહિબ ગુરુદ્વારથી ફરેલા શ્રદ્ધાળુઓના કોરોના રિપોર્ટ સામે આવતા જ પંજાબમાં કોરોના સંક્રમણના મામલા વધીને બમણા થઈ ગયા છે. પંજાબમાં કોરોનાના 772 મામલા સામે આવ્યા છે. જણાવી દઈએ કે 4046 શ્રદ્ધાળુઓમાંથી 337 શ્રદ્ધાળુઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી 500થી વધુ શ્રદ્ધાળુઓની તપાસ કરવામાં આવી છે.

punjab

ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે મહારાષ્ટ્ર સરકારની મદદથી 25 એપ્રિલે 80 બસથી હુજૂર સાહિબ ગુરુદ્વારામાં ફસાયેલા 4046 શ્રદ્ધાળુઓને વતન પાછા લાવ્યા. જાણકારી મુજબ હુજૂર સાહિબ ગુરુદ્વારેથી પરત ફરેલ ફર્સ્ટ બેચના શ્રદ્ધાળુઓને સ્ક્રીનિંગ વિના જ ઘરે મોકલી આપવામાં આવ્યા. પહેલા સંક્રમણના 8 મામલા સામે આવ્યા, જે બાદ સરકારની આંખ ખુલી અને તે બાદ હુજૂર સાહિબ ગુરુદ્વારેથી ફરેલા તમામ શ્રદ્ધાળુઓની તપાસ કરવામાં આવી. ટેસ્ટ રિપોર્ટ સામે આવતા જ સરકારના પગ તળેથી જમીન સરકી ગઈ. અત્યાર સુધી 337 શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ જણાયા છે, જેનાથી નજાને કેટલાય લોકોમાં સંક્રમણ ફેલાયું હશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાંદેડથી પંજાબ લવાયેલા શ્રદ્ધાળુઓમાં અત્યાર સુધી 337 પોઝિટિવ જણાયા છે. નાંદેડ સાહિબથી લવાયેલ શ્રદ્ધાળુઓને કારણે પંજાબમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. જ્યારે આના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. પંજાબ અને મહારાષ્ટ્ર સરાકર એકબીજા પર આરોપ લગાવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે નાંદેડમાં ફસાયેલ શ્રદ્ધાળુઓના કોરોના ટેસ્ટને લઈ અમને જૂઠું બોલી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર તરફથી જાણકારી આપવામાં આવી કે લોકોના કોરોના ટેસ્ટ કરાવી લેવામાં આવ્યા છે, પરંતુ શ્રદ્ધાળુઓના કોઈ ટેસ્ટ નહોતા થયા. સીએમે કહ્યું કે જો અમને ખબર હોત તો અમે ટેસ્ટ જરૂર કરાવત.

Video: હેલિકોપ્ટરથી ફુલ વરસાવી કોરોના વોરિયર્સને સલામ કરી, આકાશમાં ગરજ્યાં લડાકૂ વિમાનVideo: હેલિકોપ્ટરથી ફુલ વરસાવી કોરોના વોરિયર્સને સલામ કરી, આકાશમાં ગરજ્યાં લડાકૂ વિમાન

English summary
Corona Blast in Punjab, 300 Hazur Sahib Pilgrims Who Returned To Punjab Test COVID-19 Positive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X