15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે
કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પરેશાન કર્યું છે, હજી સુધી આ મહામારીને અટકાવી સકાય તેવી એકેય દવા લૉન્ચ નથી થઇ ત્યારે શુભ સમાચાર મળી રહ્યા છે.
નવી દિલ્હીઃ ભારમતાં તૈયારી કરવામા આવી રહી છે કે કોરોનાવાયરસની વેક્સીન Covaxinને 15 ઓગસ્ટ સુધી લૉન્ચ કરવામાં આવી શકે. આ વેક્સીન બનાવી રહેલ કંપની ભારત બાયોટેક Covacinને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન ક્લીનિકલ ટ્રાયલ પૂરું કરવાનો નિર્દશ આપવામાં આવ્યો છે. ICMR (Indian Council Of Medical Research)એ સમય પર તમામ કાર્યવાહી પૂરી કરવા કહ્યું છે.

દવા લૉન્ચ થઇ શક
આ વેક્સીનને હૈદરાબાદની ફારમાસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકે તૈયાર કરી છે. જણાવી દઇએ કે હજી કેટલાક દિવસ પહેલા જ કંપનીને પોતાના વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ કરવાની મંજૂરી મળી હતી. ICMRના મહાનિદેશક જૉ બલરામ ભાર્ગવે વિભાગીય ચિઠ્ઠીમાં કહ્યું છે કે 7 જુલાઇથી આ વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ શરૂ થશે જેમાં વિલંબ ના થવો જોઇએ, જેનાથી આ વેક્સીનન 15 ઓગસ્ટ સુધી પબ્લિક માટે લૉન્ચ કરવામાં આવી શકે. આ વેક્સીનને તૈયાર કરવામાં ભારત બાયોટેક અને ICMR ભાગીદાર છે.

હ્યુમન ટ્રાયલને મંજૂરી
ભારત સરકારે અગાઉ સ્વદેશી કોવિડ 19 વેક્સીનનું 30 જૂને જ હ્યુમન ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ભારત બાયોટેક તરફથી નિવેદન જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે કંપનીએ આ વેક્સીનને ICMR અને રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV) સાથે મળી વિકસિત કરી છે. આ વેક્સીનના હ્યુમન ટ્રાયલ માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક તરફથી લીલી ઝંડી દેખાડવામાં આવી છે.

Zydus Cadilla ને પણ મંજૂરી મળી
જણાવી દઇએ કે ભારત બાયોટેકના Covaxinના ટ્રાયલ ઉપરાંત Zydus Cadilla ને પણ કોવિડ-19 માટે ડેવલપ કરવામા આવી રહેલ વેક્સીનના ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI) એ કોવિડ19 વેકસીનના ફેજ 1 અને ફેજ 2 માનવ પરીક્ષણોને શરૂ કરવા માટે ફાર્માસ્યૂટિકલ કંપની જાઇડસ કેડિલાને મંજૂરી આપી દીધી છે.












Click it and Unblock the Notifications
