For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના: ઓમિક્રોન વેરિયંટની પ્રથમ તસવીર જાહેર, વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી

દુનિયા કોરોના વાયરસના પ્રકોપથી હજુ બહાર આવી શકી નથી ને આ વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને દુનિયામાં સનસની ફેલાવવાનુ કામ કર્યુ છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા આ વેરિઅન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચિંતા વ્યક્ત કરી છે. ઈટલ

|
Google Oneindia Gujarati News

દુનિયા કોરોના વાયરસના પ્રકોપથી હજુ બહાર આવી શકી નથી ને આ વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયામાં સનસની ફેલાવવાનુ કામ કર્યુ છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા આ વેરિઅન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચિંતા વ્યક્ત કરી છે. ઈટલીના રિસર્ચે કોવિડ-19 ઓમિક્રોન વેરિયન્ટ વાયરસની પહેલી તસવીર પણ જારી કરી દીધી છે.

Corona

આ તસવીરને રોમના બેમ્બિનો ગેસો હોસ્પિટલમાં કરવામાં આવેલા રિસર્ચ બાદ લેવામાં આવી છે. આ રિસર્ચને પ્રોફેસર કાર્લો ફેદેરિકો પર્નોએ કો-ઓર્ડિનેટ કરવા અને મિલાનના સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ક્લૉડિયા અલ્ટેરીએ સુપરવાઈઝ કર્યુ. આ તસવીરમાં ઓમિક્રોન સ્પાઈક પ્રોટીનની સંરચનાને જોવામાં આવી શકે છે. આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે ઓમિક્રોનનુ મ્યુટેશન રેટ ડેલ્ટા વેરિઅન્ટથી ઘણુ વધારે છે.

સ્પાઈક પ્રોટીન વાયરસનો તે ભાગ છે જે માનવ કોશિકાઓમાં પ્રવેશ કરવા માટે સૌથી મહત્વનુ છે. વાયરસના આ ભાગને વેક્સિન પણ ટારગેટ કરે છે. આ સંબંધમાં વાત કરતા એઈમ્સ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ હતુ કે વાયરસના સ્પાઈક પ્રોટીનવાળા ભાગમાં મ્યુટેશન થવાથી તે વેરિઅન્ટ ઈમ્યુનિટીથી બચવાની ક્ષમતા વિકસિત કરી શકે છે, એટલે કે એ હોઈ શકે છે કે વેક્સિન અથવા બીજા કારણોથી પેદા થઈ શરીરની પ્રતિરોધક ક્ષમતાની તે વાયરસ પર અસર થાય નહીં.

English summary
Corona: First image of Omicron variant released
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X