Covid Update: દેશમાં કોરોનાના 2259 નવા કેસ, 20 દર્દીઓએ ગુમાવ્યા જીવ
નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીની સ્થિતિ ઘણી હદ સુધી સુધરી ગઈ છે. જેના કારણે હવે રોજના કેસની સંખ્યા પણ ઘટી રહી છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 2259 કેસ સામે આવ્યા. આ ઉપરાંત આ સમયમાં 20 દર્દીઓએ જીવ ગુમાવ્યા. રાહતની વાત એ છે કે 2614 લોકોએ વાયરસને મ્હાત આપી. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 15044 થઈ ગઈ છે. કેસ ઘટવા છતાં પણ આરોગ્ય મંત્રાલય તરફથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દિલ્લીમાં કોરોનાના 520 કેસ મળ્યા જ્યારે કેરળમાં 501, મહારાષ્ટ્રમાં 316, હરિયાણામાં 267 અને યુપીમા 129 કેસ સામે આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ જો ડેટાનુ વિશ્લેષણ કરીએ તો જાણવા મળે છે કે 76.72 ટકા કેસ આ રાજ્યોમાંથી સામે આવ્યા છે. આમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ દિલ્લીની છે કારણકે ત્યાંથી કુલ કેસના 23.02 ટકા કેસ સામે આવ્યા છે.
આ સાથે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 4,31,31,822 થઈ ગઈ છે. જેમાંથી 524323 લોકોએ જીવ ગુમાવ્યા અને 15044 એક્ટિવ કેસ હજુ પણ છે. દેશમાં કોરોનાને રોકવા માટે રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યુ છે. જેના કારણે અત્યાર સુધીમાં લોકોને 1,91,96,32,518 ડોઝ આપવામાં આવ્યા છે.
આ દેશ વધારી રહ્યો છે ચિંતા
ભારતમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય પરંતુ કેટલાક દેશો હજુ પણ વિશ્વની ચિંતા વધારી રહ્યા છે. જેમાં ઉત્તર કોરિયાનું નામ પણ સામેલ છે. WHO અનુસાર ગયા અઠવાડિયે 2.32 લાખ લોકો તાવથી પીડિત જોવા મળ્યા હતા. આ દેશના અન્ય દેશો સાથે વધુ સંબંધો પણ નથી જેના કારણે અહીં દવાઓ, રસી વગેરેની ભારે અછત છે જેના કારણે લોકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.