કોરોનાએ ફરી માથુ ઉચક્યુ, 24 કલાકમાં આવ્યા રેકોર્ડ બ્રેક 22,775 મામલા, ઓમિક્રોનના 1431 મામલા
દેશમાં કોરોના વાયરસ સતત તેજીથી લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે. ફરીથી રોજના મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 22, 775 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 406 લોકોના મોત થયા છે. ત્યારે ક
દેશમાં કોરોના વાયરસ સતત તેજીથી લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે. ફરીથી રોજના મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 22, 775 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 406 લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના મામલા 1431ની પાસે પહોંચી ગયા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોના સંક્રમણના મામલા આવવાની સાથે ઓમિક્રોનના પણ વધારે કેસ નોંધવામાં આવી રહ્યા છે. આના કારણે મહારાષ્ટ્રમાં અનેક નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ભારતમાં કોરોના સંક્રમણના મામલા હવે સ્પીડ પકડી રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 22, 775 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 406 લોકોના મોત થયા છે. ત્યારે ઓમિક્રોનના કેસ વધીને 1431 થઈ ગયા છે. આ વેરિએન્ટ 23 રાજ્યોમાં ફેલાયા છે.
દિલ્હીની વાત કરીએ તો આ શુક્રવારે 22 મે બાદ એક દિવસમાં કોરોનાના કેસ સૌથી વધારે 1796 નવા મામલા સામે આવ્યા છે. દિલ્હીમાં 320 ઓમિક્રોનના કેસ આવ્યા છે. જો કે આ દરમિયાન કોઈ સંક્રમિતના મોત નોંધાયા નથી. દિલ્હીમાં સંક્રમણ દર પણ વધીને 2.44 ટકા સુધી પહોંચી ગઈ છે. ત્યારે શુક્રવારે રાતે જારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાના 8067 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 4 નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ત્યારે 8 લોકોના મોત થયા છે. મુંબઈમાં શુક્રવારે કોરોનાના 5631 નવા મામલા સામે આવ્યા છે. . ગત દિવસોની સરખામણીએ નવા મામલામાં 53 ટકાની વૃદ્ધિ નોંધાયી છે.
મુંબઈમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 5631 નવા મામલા સામે આવ્યા. ગત દિવસોની સરખામણીએ નવા મામલામાં 53 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીએમસીના અધિકારીઓએ આ જાણકારી આપી. મુંબઈમાં ગત 24 કલાક દરમિયાન મહામારીથી એક દર્દીનું મોત થયું છે. નવા મામલાની સામે આવ્યા બાદ મુંબઈમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 785,110 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 16, 376 દર્દીન મોત થયા છે.












Click it and Unblock the Notifications
