For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બરમાં ચરમ પર હશે-રિપોર્ટમાં દાવો

કોરોના વાયરસની ત્રીજી લહેરનીની સંભાવના વચ્ચે આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ત્રીજી વેબ ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચરમ પર હશે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસની ત્રીજી લહેરનીની સંભાવના વચ્ચે આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ત્રીજી વેબ ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચરમ પર હશે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે કોરોના વાયરસની ત્રીજી લહેર ચરમસીમા પર હશે. પરંતુ આ લહેરની તીવ્રતા બીજી લહેર કરતા ઓછી હશે. વૈજ્ઞાનિક મણિન્દ્ર અગ્રવાલની ત્રણ સભ્યોની ટીમને કોરોના વાયરસને લઈને આગાહી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે ચરમ પર હશે ત્રીજી લહેર

ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે ચરમ પર હશે ત્રીજી લહેર

વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલના મતે, કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર એટલી જીવલેણ નહીં હોય. તેમણે કહ્યું કે કોવિડ -19 ની ત્રીજી લહેરમાં કોવિડ-19 ના દરરોજ એક લાખ કેસ આવી શકે છે. જ્યારે મે મહિનામાં બીજી લહેર ચરમ પર હતી ત્યારે દરરોજ 4 લાખથી વધુ કેસ નોંધાયા હતા. કોરોનાની બીજી લહેરે લાખો લોકોના જીવ લીધા છે.

આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોની આગાહી

આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોની આગાહી

આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલે ટ્વીટ કર્યું હતું કે, જ્યારે કોરોનાનું નવું વેરિએન્ટ આવે ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં નથી રહેતી. નવા વેરિએન્ટને કારણે સપ્ટેમ્બર સુધીમાં 50 ટકા વધુ સક્રમણ નોંધાશે. કોરોનાની ત્રીજી લહેરમાં નવા વેરિએન્ટનો પ્રભાવ ઓછો હશે, આ સ્થિતિમાં રોજ 1 લાખ કોરોના કેસ નોંધાઈ શકે છે.

ભારતમાં રસીકરણની કામગીરી ખૂબ જ ધીમી

ભારતમાં રસીકરણની કામગીરી ખૂબ જ ધીમી

તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં કોરોના રસીકરણની ગતિ ખૂબ જ ધીમી છે અને ચેતવણી આપી છે કે જો રસીકરણ ઝડપી રીતે કરવામાં નહીં આવે તો દૈનિક નવા કેસોની સંખ્યા ત્રીજી લહેર દરમિયાન 6 લાખ પ્રતિ દિવસ પાર કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કાર્યરત NIDM એ કહ્યું હતું કે, રસીકરણની ગતિ વધારીને ત્રીજી લહેરની સંભાવનાને પડકારવામાં આવી શકે છે, પરંતુ દેશમાં માત્ર 7.6 ટકા (10.4 કરોડ) લોકોને જ સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

ત્રીજી લહેરમાં રોજના 6 લાખ કેસ નોંધાઈ શકે

ત્રીજી લહેરમાં રોજના 6 લાખ કેસ નોંધાઈ શકે

નિરમાના સહયોગથી પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ના પ્રોફેસરો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, યુનિવર્સિટીમાં ભારતનો રસીકરણ દર હાલમાં 3.2 ટકા છે, જો તેમાં સુધારો નહીં થાય તો ભારતમાં ત્રીજી લહેર દરમિયાન રોજ લાખ કેસ નોંધાઈ શકે છે.

English summary
Corona's third wave to peak in October-November: report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X