Corona Update: કોરોના નવા કેસોમાં ઘટાડો નથી થઈ રહ્યો, છેલ્લા 24 કલાકમાં 38164 નવા દર્દી અને 499 લોકોના મોત
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,164 નવા કેસ સામે આવ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,164 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી શેર કરવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38660 દર્દી રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, 499 લોકોના મોત થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,11,44,229 કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 3,03,08,456 લોકો રિકવર થઈ ચૂક્યા છે. ભારતમાં અત્યારે કોરોનાના સક્રિય કેસ 4,21,665 છે અને અત્યાર સુધી દેશમાં કોરોનાથી 4,14,108 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના રસીકરણની વાત કરીએ તો કુલ 40,64,81,493 કોરોના ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

આઈસીએમઆર અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 44,54,22,256 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી ચૂકી છે જેમાંથી 14,63,593 સેમ્પલ્સની તપાસ રવિવારે કરવામાં આવી છે. જો કે ભારતમાં કોરોનાના નવા વેરિઅંટથી જોખમ સતત તોળાઈ રહ્યુ છે. મહારાષ્ટ્ર્, કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાના નવા કેસોની સંખ્યા હજુ પણ વધુ છે પરંતુ ઈંગ્લેન્ડમાં જ્યાં કોરોનાની બીજી લહેરે જોરદાર ઉત્પાત મચાવ્યો હતો ત્યાં કોરોનાના પ્રતિબંધોને ખતમ કરી દેવામાં આવ્યા છે.
વળી, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો કોરોનાના કેસો ઘણા ઘટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 56 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 69 લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. રાજ્યમાં હવે કોરોનાના 1260 સક્રિય કેસ છે. જે નવા કેસ સામે આવ્યા છે તે લખનઉમાં 4, પ્રયાગરાજમાં 5, વારાણસીમાં 6 છે. રાજ્યના 47 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 7 લોકોના મોત પણ થયા છે. મરનારમાં કાનપુરના 2, બુલંદશહરના એક, અમેઠી, આંબેડકરનગર, મિર્ઝાપુરમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.












Click it and Unblock the Notifications
