For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બાયોટેકની કોરોના વેક્સીન આવતા વર્ષે લૉન્ચ થશે

ભારત બાયોટેકની કોરોના વેક્સીન આવતા વર્ષે લૉન્ચ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોરોનાની વેક્સીન તૈયાર કરવા આખી દુનિયાની મેડિકલ ટીમો તનતોડ મહેનત કરી રહી છે. ભારતમાં પણ આ વેક્સીન જલદીમાં જલદી ઉતારવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન ભારત બાયોટેકની કોરોના વેક્સીન જે કોરોના વાયરસ સામે ઘણી કારગર સાબિત થઈ શકે છે તે આગલા વર્ષના બીજા ક્વાર્ટરમાં માર્કેટમાં આવી શકે છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આ વેક્સીન 60 ટકા કારગર હોવાનો અને વર્ષ 20221ના બીજા ક્વાર્ટરમાં ઉપલબ્ધ થઈ શકે તેવો દાવો કર્યો છે.

corona vaccine

ભારત બાયોટેકના ક્વૉલિટી ઓપરેશન્સના અધ્યક્ષ સાઈ ડી પ્રસાદે જણાવ્યું કે કંપની વેક્સીનના ઓછામા ઓછા 60 ટકા સફળ પરિણામ પર ફોકસ કરી રહી છે, જો કે તેનાથી વધુ કારગર પણ હોય શકે છે. ભારત બાયોટેક અને આઈસીએમઆર મળીને કોરોના વેક્સીન તૈયાર કરી રહી છે અને આ દેશની સ્વદેશી કોરોના વેક્સીન હશે, જેને ભારતમાં જ તૈયાર કરવામાં આવી રહી છે. જમાવી દઈએ કે કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં અમેરિકા, યુકે, રશિયા પણ લાગ્યા છે. આ તમામ દેશ જલદીમાં જલદી લાખો- કરોડો લોકોને કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં લાગ્યા છે.

દેશમાં કોરોનાનો તાંડવ યથાવત, સંક્રમિતોનો આંકડો 90,95,80ને પારદેશમાં કોરોનાનો તાંડવ યથાવત, સંક્રમિતોનો આંકડો 90,95,80ને પાર

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના મુખ્યાલયમાં કોરોના વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. ભારત બાયોટેકે આ વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલની શરૂઆત આ મહિનાની શરૂઆતમાં જ શરૂ કરી હતી. ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 26 હજાર લોકોના 25 સેન્ટર પર ટ્રાયલ કરવામાં આવ્યાં. આઈસીએમઆરની મદદથી આ વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું. જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસની વેક્સીનનું આ સૌથી મોટું ટ્રાયલ છે. ટ્રાયલ દરમ્યાન જે લોકોએ તેમાં ભાગ લીધો તેમના પર નજર રાખવામાં આવી રહી છે. આગામી વર્ષમાં પણ આ લોકો પર નજર રાખવામાં આવશે અને જોવામાં આવશે કે તેમનામાં કોરોના વાયરસનું સંક્રમણ થાય છે કે નહિ.

English summary
corona vaccine of bharat biotech may launch in second quarter of 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X