For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસને ભારત સરકારે રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી, મૃત્યુ પર 4 લાખનું વળતર

ભારત સરકારે કોરોના વાયરસને આપત્તિ ગણાવી છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યું પર ભારત સરકારે મૃતકના પરિવારને 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ રકમ તે લોકો માટે પણ છે કે જેઓ આ રોગ સામે લડવા રાહત ઓપરેશ

|
Google Oneindia Gujarati News

ભારત સરકારે કોરોના વાયરસને આપત્તિ ગણાવી છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યું પર ભારત સરકારે મૃતકના પરિવારને 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ રકમ તે લોકો માટે પણ છે કે જેઓ આ રોગ સામે લડવા રાહત ઓપરેશનમાં સામેલ છે અથવા રાહત કામગીરીમાં સામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે આ માહિતી આપી છે.

રાષ્ટ્રીય આપત્તિ જાહેર

રાષ્ટ્રીય આપત્તિ જાહેર

ભારત સરકારે કોરોના વાયરસને આપત્તિ જાહેર કરી છે. તેને રાજ્ય આપત્તિ રાહત ભંડોળ (એસડીઆરએફ) હેઠળ લાવવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) હેઠળ સહાય પૂરી પાડવાના હેતુસર સરકારે કોરોના વાયરસને એક સૂચિત આપત્તિ ગણાવી છે.

ભારતમાં કોરોનાના 83 કેસ

ભારતમાં કોરોનાના 83 કેસ

ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં 83 કેસ નોંધાયા છે. આ વાયરસથી બે લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હી અને કર્ણાટકમાં એક-એક મૃત્યુ થયું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ઓછામાં ઓછા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે. જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેને આરોગ્યની કટોકટી ગણાવી નથી અને લોકોને ભયભીત ન થવાની અપીલ કરી છે.

મહામારી જાહેર

મહામારી જાહેર

કોરોના વાયરસને કારણે દેશના ઘણા રાજ્યોમાં શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે. કોરોનાને દિલ્હીમાં મહામારી જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં સિનેમા હોલ અને મીટિંગ્સ પર પ્રતિબંધ છે. કર્ણાટકમાં પણ લગ્ન સમારોહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ શકતા નથી. આરોગ્ય મંત્રાલય સતત કોરોના વિશે અપડેટ્સ આપી રહ્યું છે. ભારત સરકાર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન સતત સાવચેતી રાખવા લોકોને અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઈન્ફોસિસ કંપનીમાં કોરોના વાયરસનો ડર, બેંગલુરુની બિલ્ડિંગ ખાલી કરાવાઈ

English summary
Corona virus is declared epidemic by the Indian government, with a compensation of 4 lakh on death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X