For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેરઃ દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 1340 મોત, 57 ટકા વસ્તી ઘરમાં રહેવા મજબૂર

ભારતમાં બીજી લહેર બેકાબુ થઈ રહી છે. શુક્રવારે(16 એપ્રિલ) દેશમાં બ્લેક ફ્રાઈડે તરીકે યાદ રાખવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં બીજી લહેર બેકાબુ થઈ રહી છે. શુક્રવારે(16 એપ્રિલ) દેશમાં બ્લેક ફ્રાઈડે તરીકે યાદ રાખવામાં આવશે. આ દિવસે ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ કેસ 233,869 નોંધવામાં આવ્યા હતા. શુક્રવારે એક જ દિવસમાં કોવિડ-19ના કારણે 1340 મોત નોંધવામાં આવ્યા છે, જે દેનિક કેસોમાં એક નવો રેકૉર્ડ હતો. વર્ષ 2021ના શરૂઆતના મહિનામાં આ અત્યાર સુધીના સૌથી વધુ આંકડા હતા.

coronavirus

છેલ્લી વાર ભારતમાં એક દિવસમાં સૌથી વધુ મોત 15 સપ્ટેમ્બર 2020ના રોજ નોંધવામાં આવી હતી. આ દિવસે 1284 લોકોના મોત થયા હતકા. કોરોનાથી થયેલી મોતના કારણે આખા દેશમાં સ્મશાન ઘાટોમાંથી ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના ઓછાયામાં દેશમાં મોટાભાગની સ્થળોએ કોઈને કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ભારતની અડધાથી વધુ વસ્તી લગભગ 57 ટકા લોકો પોતાના ઘરોમાં રહેવા માટે મજબૂર છે. દેશના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાઈટ કર્ફ્યુ કે પછી વીકેન્ડ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે.

હિંદુસ્તાન ટાઈમ્સે પોતાના ડેટા મુજબ કહ્યુ છે કે આવનારા દિવસોમાં દેશભરમાં 700 મિલિયનથી વધુ લોકો નિશ્ચિત સમય માટે કર્ફ્યુ કે લૉકડાઉનમાં હશે. વળી, દેશમાં માત્ર જરૂરી સેવાઓની દુકાનો જ ખુલ્લી રહેશે. રિપોર્ટમાં એક્સપર્ટના આધારે લખવામાં આવ્યુ છે કે ભારતમાં કર્ફ્યુ અને વીકેન્ડ લૉકડાઉન જેવા પ્રતિબંધોની બહુ જરૂર છે કારણકે દેશમાં કોરોના વાયરસ જે તીવ્ર ગતિએ વધી રહ્યો છે તેવો પહેલા ક્યારેય નથી જોવામાં આવ્યો. દેશમાં હાલમાં અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ કોરોનાના દૈનિક કેસ સામે આવી રહ્યા છે. એવામાં તેને કાબુ કરવાની રીત લૉકડાઉન જ છે.

આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં શું ખાવુ જોઈએ અને શું નહિ?આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં શું ખાવુ જોઈએ અને શું નહિ?

English summary
Coronavirus: 1340 death in last 24 hrs due to covid-19, 57% people of India under restrictions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X