For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ ભારતમાં 81 કેસોની પુષ્ટિ, બાંગ્લાદેશ સાથે બસ-રેલ સેવા રદ

દેશમાં કોરોના વાયરસના શુક્રવાર સુધીમાં 81 કેસોની પુષ્ટિ થઈ છે. આ 81 લોકોમાં 64 ભારતીય, 16 ઈટલીના અને એક કેનેડાથી આવેલ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના શુક્રવાર સુધીમાં 81 કેસોની પુષ્ટિ થઈ છે. આ 81 લોકોમાં 64 ભારતીય, 16 ઈટલીના અને એક કેનેડાથી આવેલ છે. વળી, કોરોના વાયરસના પ્રભાવને જોતા બાંગ્લાદેશ સાથે બસ અને રેલ સેવાને હાલમાં રદ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસ પર કેન્દ્ર સરકારના આરોગ્ય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ માહિતી આપી છે.

કોરોના વાયરસના 81 કેસ

કોરોના વાયરસના 81 કેસ

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ છે કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના 81 કેસ સામે આવ્યા છે. સરકારે 42,296 મુસાફરોને સામૂહિક નિરીક્ષણમાં લીધા છે જેમાંથી 2,550 શંકાસ્પદ છે. 522ને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાંથી 17 વિદેશી નાગરિક પણ શામેલ છે. તેમણે કહ્યુ, એ સમજવુ મહત્વપૂર્ણ છે કે આ આરોગ્ય ઈમરજન્સી નથી. અમે રાજ્ય તરફથી સ્થિતિના મેનેજમેન્ટ માટે શરૂ કરવામાં આવેલી પહેલનુ સમર્થન કરવાની કોશિશ કરી રહ્યા છે.

માસ્કના કાળા બજાર

માસ્કના કાળા બજાર

લવ અગ્રવાલે માસ્કના કાળા બજાર વિશે કહ્યુ છે કે જો માસ્ક વધુ કિંમતે વેચવામાં આવે તો રાજ્યાના કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો જરૂર પડી તો અમે માસ્કની કિંમતોમાં અસામાન્ય વધારા પર કાર્યવાહી કરીશુ. કાળા બજારને સહન કરવામાં નહિ આવે. વિદેશ મંત્રાલયના અનિલ મલિકે જણાવ્યુ છે કે ભારત-બાંગ્લાદેશ યાત્રી બસ અને ટ્રેન સેવા 15 એપ્રિલ સુધી બંધ રહેશે. ભારત-નેપાળ સીમા પર 4 ચેક પોસ્ટ ચાલુ રહેશે. ભૂટાન અને નેપાળના આવાગમન માટે વિઝા ફ્રી સુવિધા ચાલુ રહેશે.

ઈટલીના ફસાયેલા ભારતીયોને પાછા લવાશે

ઈટલીના ફસાયેલા ભારતીયોને પાછા લવાશે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સંયુક્ત સચિવ રૂબિના અલીએ જણાવ્યુ કે ઈટલીના મિલાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે કાલે એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરશે. આ ઉડાન કાલે બપોરે રવાના થશે અને ત્યાં ફસાયેલા લોકોને લઈને પાછી રવિવારે સવારે દિલ્લી એરપોર્ટ પર હશે.

આ પણ વાંચોઃ કોરોનાવાયરસથી ભારતમાં પહેલું મોત, 76 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યોઆ પણ વાંચોઃ કોરોનાવાયરસથી ભારતમાં પહેલું મોત, 76 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યો

English summary
Coronavirus 81 confirmed cases in India Indo Bangladesh buses trains to remain suspended till 15th April
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X