For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન - હળદરવાળુ દૂધ, ગરમ પાણી પીવો

આયુષ મંત્રાલયે કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવા માટે ગાઈડલાઈન્સ જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

આયુષ મંત્રાલયે કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવા માટે ગાઈડલાઈન્સ જારી કરી છે. મંત્રાલય તરફથી મંગળવારે એ જણાવવામાં આવ્યુ છે કે કઈ સાવચેતી અને ઉપાય કરીને તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો છો, જે કોરોનાથી બચાવવામાં તમને મદદરૂપ સાબિત થશે. આમાં ખાનપાનમાં હળદરવાળા દૂધ, ગરમ પાણી પર જોર આપવામાં આવ્યુ છે તેમજ યોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ઈમ્યુનિટી વધારીને કોરોના સામે લડી શકીએ છીએ

ઈમ્યુનિટી વધારીને કોરોના સામે લડી શકીએ છીએ

આયુષ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ઈમ્યુનિટી વધારીને આપણે કોરોના સામે લડી શકીએ છીએ. કોરોના સામે આજે આખી દુનિયાભરના લોકો પ્રભાવિત છે. આનો કોઈ ઈલાજ હજુ સુધી નથી. માટે સાવચેતી જ આને અટકાવી શકે છે. આવા સમયમાં એવા ઉપાય કરવા જરૂરી છે જે આપણી ઈમ્યુનિટી પાવર વધારે. આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પત્ર-પત્રિકાઓના આધારે અમે ભલામણ કરી રહ્યા છે કે

ગરમ પાણી પીવો

રોજ કમસે કમ 30 મિનિટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરો.

ભોજનમાં હળદર, જીરુ, કોથમીર અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો.

આ સાથે 150 મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર - દિવસમાં એક કે બે વાર પીવાની સલાહ આપવામાં આવી છે.

રોજ 10 ગ્રામ ચ્યવનપ્રાશ, યોગા પણ કરો

રોજ 10 ગ્રામ ચ્યવનપ્રાશ, યોગા પણ કરો

આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ


રોજ સવારે 1 ચમચી એટલે કે 10 ગ્રામ ચ્યવનપ્રાશ લો.

ડાયાબિટીઝના રોગીઓએ શુગર-ફ્રી ચ્યવનપ્રાશ લેવો જોઈએ.

તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષથી બનેલો ઉકાળો દિવસમાં એક કે બે વાર પીવો. આમાં સ્વાદ અનુસાર ગોળ કે તાજા લીંબુનો રસ મેળવો.

આ સાથે સવાર અને સાંજે નાકમાં તલનુ તેલ કે નાળિયેરનુ તેલ અથવા ઘી લગાવો.

ઓઈલ પુલિંગ થેરેપી માટે 1 ચમતી તલ કે નાળિયેરનુ તેલ મોઢામાં લો. તેને પીવો નહિ પરંતુ 2 થી 3 મિનિટ સુધી મોઢામાં ફેરવો અને પછી થૂંકી દો. ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરી લો. આવુ દિવસમાં એક કે બે વાર કરી શકાય છે.

આ બધા ઉપાય ઈલાજ નથી

આ બધા ઉપાય ઈલાજ નથી

સૂકી ખાંસી અને ગળામાં ખારાશ હોય તો તાજા ફૂદીનાના પત્તા કે અજમા સાથે દિવસમાં એક વાર વરાળ લઈ શકાય છે. ખાંસી કે ગળામાં બળતરા થવા પર લવિંગના પાવડરને ગોળ કે મધ સાથે મિલાવીને દિવસમાં 2થી 3 વાર લઈ શકાય છે. આ ઉપાય સામાન્ય રીતે સામાન્ય સૂકી ખાંસી અને ગળામાં ખારાશાનો ઈલાજ કરે છે. પરંતુ લક્ષણમાં જો ફેરફાર ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી સૌથી સારુ રહેશે. આયુષ મંત્રાલય તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ કોરોનાથી બચાવે છે નહિ કે ઈલાજ.

આ પણ વાંચોઃ 12 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં 240નો વધારો, 1637 દર્દી સંક્રમિતઆ પણ વાંચોઃ 12 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં 240નો વધારો, 1637 દર્દી સંક્રમિત

English summary
coronavirus ayush ministry self care guidelines turmeric mil to yoga hot water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X