દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 લાખને પાર
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 લાખને પાર
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી સતત પગપેસારો કરી રહી છે. દરરોજ હજારો લોકો કોરોના સંક્રમણના લપેટામા આવી રહ્યા છે. સ્વાસ્ત્ય મંત્રાલય તરફથી જે તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે, તે મુજબ પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણના 74 હજારથી વધુ મામલા સામે આવ્યા છે, જેની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 70 લાખને પાર પહોંચી ગઈ છે.

એટલું જ નહિ દેશમાં અત્યાર સુધી કોરોનાના લપેટામાં આવવાથી 1 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 74383 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 918 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ આંકડાઓની સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 7053807 થઈ ગઈ છે, જ્યારે 108334 લોકોના મોત થઈ ચૂક્યાં છે. હાલના સમયમાં 867496 લોકો હોસ્પિટલે દાખલ છે, જ્યારે 6077977 લોકો સાજા થઈ હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
