
કોરોનાનો કહેરઃ અત્યાર સુધીમાં 29 લોકો સંક્રમિત, પીએમ મોદીએ કમાન સંભાળી
નવી દિલ્હીઃ દુનિયાના કેટલાય દેશો બાદ ભારતમાં પણ કોરોના વાયરસ ધીરેધીરે ફેલાવવો શરૂ થઈ ગયો છે. દેશમાં આના સંક્રમિત લોકોની સંખ્યા બુધવારે વધીને 29 થઈ ગઈ. સંક્રમિત લોકોમાં 16 ઈટલીના પર્યટક છે. જે રાજસ્થાન ફરવા આવ્યા હતા. સરકારે બુધવારે કહ્યું, તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓું હવે એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજો એનાથી જ લગાવી શકાય છે કે ખુદ પ્રધાનમંત્રી દરરોજ હાલાતની સમીક્ષા કરી રહ્યા છે. આ વાયરસથી દુનિયાભરમાં 3000 લોકોના જીવ ચાલ્યા ગયા છે.

હોળી મિલન સમારોહ નહિ યોજાય
બીજી તરફ રાષ્ટ્રપતિ ભવનમાં આ વર્ષે હોળી મિલન સમારોહનું આયોજન નહિ થાય. ઉપરાંત પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના શીર્ષ નેતાઓએ બુધવારે કહ્યું કે કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિને પગલે તેઓ આ વખતે કોઈ હોળી મિલન કાર્યક્રમમાં સામેલ નહિ થાય. જ્યારે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખી સીબીઆઈ દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓમાં બેસનાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈજર લઈ જવાની મંજૂરી આપી. દસમા અે બારમાની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકી છે.

29 કેસ નોંધાયા
અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને 28 લોકો કોરોનાવાઈરસથી સંક્રમિત હોવાની જાણકારી આપી હતી આ દરમિયાન ગુડગાંવમાં પેટીએમના એક કર્મચારીને તપાસમાં કોરોનાવાઈરસથી સંક્રમિત થયું છે. કંપનીએ બુધવારે એક નિવેદનમાં કહ્યું કે કર્મચારી હાલમાં જ ઈટલીમાં વેકેશન માણીને પરત ફર્યો હતો. જે બાદ આંકડો 29 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બુધવારે કહ્યું કે ભારતનો ઈરાદો ઈરાકમાં પ્રયોગશાળા સ્થાપિત કરવાનો છે જેથી ત્યાંથી ભારતીયોને પરત લાવવામાં આવે અે કોરોના વાયરસની તપાસ કરી શકાય. ઈરાન સરકારે હજી સુધી આ અંગે મંજૂરી નથી આપી. અંદાજીત 1200 ભારતીયો હાલ ઈરાનમાં છે જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને યાત્રીઓ છે.

સરકારની તૈયારી
કોરોનાવાઈરસથી નિપટવા માટે કેન્દ્ર અને દિલ્હી સરકારે મોટી તૈયારી કરી છે. દિલ્હી સરકારે 25 હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાવ્યા છે, જેમાં 19 સરકારી હોસ્પિટલ છે અને 6 પ્રાઈવેટ હોસ્પિટલ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી આ નવા વાઈરસથી નિપટવાની તૈયારીઓ વિશે જણાવ્યું. તેમણે લોકોને અપીલ કરી કે ડરવાની કોઈ જરૂરત નથી. દિલ્હી મેટ્રો રેલ નિગમે બુધવારે કહ્યું કે તેઓ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી પોતાના પરિસરની સાફ સફાઈ વધારશે.

તપાસ થશે
બીજી તરફ નોઈડામાં 15 જાન્યુઆરી સુધી વિદેશ યાત્રા કરનાર ઓછામા ઓછા 373 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. નોઈડામાં કોરોના વાઈરસની શંકામાં ત્રણ બાળકો સહિત જે છ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા, તેની તપાસ નેગેટિવ મળી છે. જો કે તમામ છ લોકોને આગલા 14 દિવસ માટે પોતપોતાના ઘરે અલગ અલગ રહેવા કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જો તેમનામાં કોવિડા-19ના લક્ષણ જોવા મળે છે તો તેમના નમૂના ફરીથી તપાસાશે.