For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી બચાવ જ નહિ પરંતુ ‘નમસ્તે' કરવાના બીજા પણ છે ઘણા ફાયદા

કોરોના વાયરસથી બચવા માટે લોકો હવે ભારતીય પરંપરા ‘નમસ્તે'નો સહારો લઈ રહ્યા છે. જાણો તેના બીજા ફાયદા.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોનાની દસ્તકે ખળભળાટ મચાવી દીધો છે, દિલ્લી-એનસીઆરમાં નવા કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર અને દિલ્લી સરકાર હરકતમાં આવી ગઈ છે. દેશમાં આ બિમારી માટે એલર્ટ જારી કરવામાં આવી છે. વળી, આ વાયરસથી બચવા માટે લોકો હવે ભારતીય પરંપરા 'નમસ્તે'નો સહારો લઈ રહ્યા છે. વાસ્તવમાં કોરોના વાયરસ શારીરિક સંપર્કથી ફેલાઈ રહ્યો છે. લોકો અભિનંદન કરવા માટે એકબીજા સાથે મિલાવીને 'હેલો' નથી કરી રહ્યા, હવે દૂરથી જ 'નમસ્તે' કરી રહ્યા છે.

ના તો હાથ મિલાવો અને ના ગળે મળો, માત્ર ‘નમસ્તે' કરો

ના તો હાથ મિલાવો અને ના ગળે મળો, માત્ર ‘નમસ્તે' કરો

જાણીતા ફિલ્મ અભિનેતા અનુપણ ખેરે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કરીને લોકોને અપીલ કરી છે કે તે થોડા દિવસો સુધી લોકોની સાથે ના તો હાથ મિલાવો અને ના ગળે મળો, માત્ર ‘નમસ્તે' કરીને એકબીજાને ઉર્જાવાન કરો.

‘નમસ્તે' કરવાથી તમે ઘણી બધી બિમારીઓથી બચી શકો છો

‘નમસ્તે' કરવાથી તમે ઘણી બધી બિમારીઓથી બચી શકો છો

આ તો થઈ કોરોના વાયરસથી બચવાની વાત પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ‘નમસ્તે' કરવાથી તમે ઘણી બધી બિમારીઓથી બચી શકો છો. ભારતમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પાછળના રાઝને જાણીને તમે ચોંકી જશો કારણકે આ પરંપરા માત્ર તમને સભ્ય ભારતીય હોવાનુ ગૌરવ નથી આપતી પરંતુ તે તમને ગંભીર બિમારીઓથી છૂટકારો પણ અપાવે છે. વાસ્તવમાં ‘નમસ્તે' કે ‘નમસ્કાર' કરવુ આપણી સંસ્કૃતિનુ પ્રતીક છે. હિંદુસ્તાનીઓની ઓળખ બનેલુ ‘નમસ્તે' માત્ર એક પરંપરા નથી પરંતુ તેના ઘણા ભૌતિક અને વૈજ્ઞાનિક ફાયદા છે. જેના વિશે તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે.

‘નમસ્કાર' શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘નમસ'થી થઈ

‘નમસ્કાર' શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘નમસ'થી થઈ

આમ તો ‘નમસ્કાર' નો અર્થ થાય છે બધા મનુષ્યોના હ્રદયમમાં એક દૈવી ચેતના અને પ્રકાશ. ‘નમસ્કાર' શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ નમસથી થઈ છે, જેનો અર્થ થાય છે એક આત્માનો બીજા આત્મા સાથે આભાર પ્રગટ કરવો. આ કારણે જ્યારે વ્યક્તિ એકબીજાને મળે છે અને વિદાય લે છે તો લોકો ‘નમસ્કાર' કે ‘નમસ્તે' કે ‘પ્રણામ' કરે છે.

બંને હાથોને ‘અનાહત ચક્ર' પર રાખવામાં આવે છે

બંને હાથોને ‘અનાહત ચક્ર' પર રાખવામાં આવે છે

‘નમસ્કાર' કરવા માટે બંને હાથોને ‘અનાહત ચક્ર' પર રાખવામાં આવે છે. આંખો બંધ કરવામાં આવે છે અને માથુ ઝૂકાવવામાં આવે છે. હાથને હ્રદય ચક્ર પર લાવીને દૈવીય પ્રેમ વહે છે. માથુ ઝૂકાવવુ અને આંખો બંધ કરવાનો અર્થ છે ખુદને હ્રદયમાં બિરાજમાન પ્રભુને સોંપી દેવા.

‘નમસ્કાર' કરવાથી ગુસ્સો શાંત થાય છે

‘નમસ્કાર' કરવાથી ગુસ્સો શાંત થાય છે

જ્યારે વ્યક્તિને ખૂબ ગુસ્સો આવે તો તેણે તરત લોકોને ‘નમસ્કાર' કરી દેવુ જોઈએ કારણકે ‘નમસ્કાર' કરવા પર તમારા બંને હાથ જોડાઈ જાય છે અને તેમને ગુસ્સો નથી કરી શકતા અને તમને આમ જોનાર સામેવાળાનો ગુસ્સો પણ શાંત થઈ જાય છે કારણકે તમે જ્યારે તમારા હાથ જોડીને ‘નમસ્કાર' કરો છો એ વખતે હથેળીઓ દબાવાથી કે જોડી રાખવાથી હ્રદયચક્ર અને આજ્ઞાચક્રમાં સક્રિયતા આવે છે જેનાથી જાગરણ વધે છે, તમારુ મન શાંત થઈ જાય છે જેના કારણે આપોઆપ તમારા ચહેરા પર સ્મિત આવી જાય છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસથી બચવા હિંદુ મહાસભા કરશે ગૌમૂત્ર પાર્ટીઆ પણ વાંચોઃ કોરોના વાયરસથી બચવા હિંદુ મહાસભા કરશે ગૌમૂત્ર પાર્ટી

English summary
Coronavirus: Do namaste instead of shaking hands, Know the benefits of doing namaste.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X