For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈના ડૉક્ટરે દવાઓ માટે માંગી ભીખ, બોલ્યા- 'ભગવાનને ખાતર અમને વેક્સીન અને દવાઓ આપો'

મહારાષ્ટ્રમાં મુંબઈ જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય દર્દી છે ત્યાંની હોસ્પિટલમાં આની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા કેસોએ મેડિકલ વિભાગની હાલત ખરાબ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં મુંબઈ જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય દર્દી છે ત્યાંની હોસ્પિટલમાં આની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લીલાવતી હોસ્પિટલની લૉબીમાં દર્દીઓ માટે બેડ લગાવવામાં આવ્યા છે. હોસ્પિટલે પોતાના લિફ્ટવાળા લૉબી એરિયાને કોવિડ વૉર્ડમાં ફેરવી દીધો છે. હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરોએ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહેલ દર્દીઓની સલાહ પછી કર્યુ છે. આ દરમિયાન એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને મુંબઈની લીલાવતી હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટર જલીલ પારકરે કહ્યુ કે તેમની હોસ્પિટલમાં વેક્સીનની કમીની સાથે-સાથે ડેમડેસીવર જેવી જીવનરક્ષક દવાઓ પણ ઓછી છે. તેમણે અપીલ કરીને કહ્યુ કે ભગવાનના લીધે તેમની હોસ્પિટલને કોઈ વેક્સીન અને દવાઓ આપો.

ભગવાનના લીધે કોઈ બેદરકારી ના થવા દોઃ ડૉક્ટર પારકર

ભગવાનના લીધે કોઈ બેદરકારી ના થવા દોઃ ડૉક્ટર પારકર

ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાત કરીને લીલાવતી હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટર જલીલ પારકરે કહ્યુ, 'અમારી હોસ્પિટલ છેલ્લા 2-3 દિવસથી કોરોના વેક્સીન નથી. રેમડેસીવરની કમી છે, ટૉસિલિજુબમની કમી છે, બેડ્ઝ નથી, અમે ભીખ માંગીને, ઉધાર લઈને, ચોરી કરવાના છે. ભગવાનના લીધો મારી વિનંતી છે કે કૃપા કરીને જુઓ કે રેમડેસિવર, ટૉસિલિજુબમ, વેક્સીનેશન ઉપલબ્ધ છે કે નહિ... કારણકે આ જ માત્ર એક રીત છે જેના દ્વારા અમે કોરોના દર્દીઓના જીવ બચાવી શકીએ છીએ. આ જ એક રીત છે જેનાથી અમે કોવિડને હરાવી શકીએ છીએ. માટે ભગવાનના લીધો કોઈ બેદરકારી ન થવા દેશો, કોઈ ચર્ચા ન કરો માત્ર કામ કરો અને કાર્યવાહી કરો.'

અમારે દર્દીઓની સુનામીનો સામનો કરવો પડી રહ્યો છેઃ લીલાવતીના ડૉક્ટર

અમારે દર્દીઓની સુનામીનો સામનો કરવો પડી રહ્યો છેઃ લીલાવતીના ડૉક્ટર

ડૉ. પારકરે કહ્યુ કે બેડની કમીના કારણે અમીર અને ગરીબ બધા દર્દી હવે એક જેવા છે. અમારે દર્દીઓની સુનામીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે દરેક હોસ્પિટલમાં બેડ અને ઑક્સિજનની કમી થઈ રહી છે. મુશ્કેલીની વાત એ છે કે અમે આ દર્દીઓને તેમના ઘરમાં પણ શિફ્ટ નથી કરી શકતા કારણકે મોટાભાગના દર્દીઓને દવાની જરૂર છે જે તેમને હોસ્પિટલમાં જ આપી શકાય છે. તેમને ચોવીસ કલાક ઑબ્ઝર્વેશનની પણ જરૂર છે. ગયા વર્ષે અમારે ત્યાં નર્સો, વૉર્ડબૉય અને ટેકનિશિયનોઓએ દિવસ રાત હોસ્પિટલમાં કામ કર્યુ પરંતુ હવે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

અમે બધા બહુ જ થાકી ગયા છેઃ ડૉ. પારકર

અમે બધા બહુ જ થાકી ગયા છેઃ ડૉ. પારકર

તેમણે કહ્યુ, 'અમે બધા થાકી ગયા છે. હું તો બહુ જ વધુ થાકી ગયો છુ. હોસ્પિટલમાં નર્સ અને વૉર્ડબૉય ટી બ્રેક લીધા વિના, બાથરૂમ ગયા વિના, 8થી 10 કલાક કામ કરી રહ્યા છે. તે બોલી નથી શકતા કારણકે તેમણે હંમેશા પીપીઈ કિટ અને માસ્ક પહેરેલુ હોય છે. દર્દીને કંઈક કહેવા માટે તેમણે જોરથી બૂમો પાડવી પડે છે પરંતુ અમે પણ શું કરી શકીએ. અમે માત્ર એટલા માટે અમારી સેવાઓ આપી રહ્યા છે.'

કોરોના દર્દીઓને ખુરશી પર બેસાડીને અપાઈ રહ્યા છે ઑક્સિજનકોરોના દર્દીઓને ખુરશી પર બેસાડીને અપાઈ રહ્યા છે ઑક્સિજન

English summary
Coronavirus: For God sake get vaccine and medicine appeals Mumbai Lilavati hospital doctor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X