For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: સરકારે જારી કરી એડવાઈઝરી, વિદેશથી આવનારાના વિઝા રદ

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા ભારત સરકારે એડવાઈઝરી જારી કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા ભારત સરકારે એડવાઈઝરી જારી કરી દીધી છે. સરકારે ભારતીયોને વિદેશ ન જવાની સલાહ આપી છે જ્યારે 15 એપ્રિલ સુધી વિદેશથી ભારત આવનારાના વિઝાને રદ કરી દેવામાં આવ્યા છે. જો કે આ આદેશમાં રાજનાયકોને છૂટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 62 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 1 વ્યક્તિનુ મોત પણ થઈ ગયુ છે. આ ઉપરાંત વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે જે વિશ્વ આરોગ્ય સંગઠન માટે પણ હેરાન કરનારી બાબત છે.

એર ઈન્ડિયાએ રદ કરી ફ્લાઈટો

એર ઈન્ડિયાએ રદ કરી ફ્લાઈટો

કોરોના વાયરસના ફેલાવ અને વધતા કેસોને જોતા એર ઈન્ડિયાએ બુધવારની સાંજે મોટુ એલાન કર્યુ. એર ઈન્ડિયાએ પોતાના એક નિવેદનમાં કહ્યુ કે ઈટલી અને કોરિયા માટે બધી ફ્લાઈટોને 25 માર્ચ અને 28 માર્ચ સુધી માટે રદ કરી દેવામાં આવી છે. વળી, કોરોનના વાયરસના ખતરાને જોતા આ મહિને થનારી આઈપીએલ મેચો પર પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.

વિધાનસભા સત્રને પણ સ્થગિત કરવામાં આવી શકે છે

વિધાનસભા સત્રને પણ સ્થગિત કરવામાં આવી શકે છે

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ તોપેએ કહ્યુ કે આજે કેબિનેટના બધા મંત્રીઓની બેઠક થઈ જેમાં આ સામાન્ય સંમતિ બની છે કે આઈપીએલ મેચોને રદ કરવામાં આવે અથવા તેને સ્થગિત કરી દેવામાં આવે કારણકે આના કારણે લોકોમાં કોરા વાયરસના સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. જો કે આના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. એટલુ જ નહિ કોરોના વાયરસના સંક્રમણને જોતા વિધાનસભા સત્રને પણ સ્થગિત કરવામાં કે આગળ વધારવામાં આવી શકે છે.

ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ ખરાબ

ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ ખરાબ

કોરોના વાયરસ માટે ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ કંઈ ઠીક નથી. યુપીના આરોગ્ય સા નિર્દેશાલયે બુધવારે જણાવ્યુ કે રાજ્યમાં કુલ 9 નમૂના સકારાત્મક જોવા મળ્યા, 77 નમૂનાના પરિણામો આવવાના બાકી છે. અત્યાર સુધી કોરોના વાયરસથી પ્રભાવિત દેશોના 3253 મુસાફરોની તપાસ કરીને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. દર્દીને દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

સરકારે 948 મુસાફરોને કોરોનાથી પ્રભાવિત દેશમાંથી કાઢ્યા

સરકારે 948 મુસાફરોને કોરોનાથી પ્રભાવિત દેશમાંથી કાઢ્યા

અત્યાર સુધી સરકારે કોરોનાથી પ્રભાવિત દેશોમાંથી 948 મુસાફરોને બહાર કાઢી લીધા છે. આમાંથી 900 ભારતીય નાગરિક છે અને 48 વિવિધ રાષ્ટ્રીયતાઓ સાથે સંબંધિત છે જેમાં માલદીવ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, અમેરિકા, મેડાગાસ્કર, શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુ શામેલ છે. ભારત સરકારે આની માહિતી આપી છે. વળી, દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના 242 કેસોનુ પુષ્ટિ થઈ છે. જેથી કુલ સંક્રમિત કેસોની સંખ્યા 7,755 સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી આ બિમારીથી 60 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ WHOએ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી, નિવારણ અને નિયંત્રણ સર્વોચ્ચ પ્રાથમિકતાઆ પણ વાંચોઃ WHOએ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી, નિવારણ અને નિયંત્રણ સર્વોચ્ચ પ્રાથમિકતા

English summary
coronavirus Government issued advisory suspension of tourist visas to India till April 15
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X